જળસ્તર વધતા શ્રમિકો ટાપુ પર ફસાયા, ગઉછઋએ રેસ્ક્યુ કરીને તમામને બચાવી લીધા
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવાર-શુક્રવારની રાત્રે માનેરી ડેમ પાસે અચાનક જ દોડધામ મચી હતી. મનેરી ડેમમાં પૂર આવતા આ વિસ્તારમાં નદીનું જળસ્તર વધવાને કારણે કેટલાક લોકો એક ટાપુ પર ફસાઈ ગયા હતા. એસડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ફસાયેલા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. હાલ તમામ લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે., એનડીઆરએફની સમય સૂચકતાને કારણે તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.