‘બિલખા પ્લાઝા’માં સરગમ ફૂડ્સની ખૂલ્લેઆમ દાદાગીરી: આખી પાર્કિંગ સ્પેસ પચાવી પાડી!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કસ્તુરબા માર્ગ પર આવેલા બિલખા પ્લાઝામાં સરગમ ફૂડ આવેલું છે. સરગમ ફૂડ દ્વારા બિલખા પ્લાઝાનું પાર્કિંગ પચાવી પાડવા સહિત ત્યાં આવતાજતા લોકોને સરગમ ફૂડ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણને કારણે થતી હેરાનગતિ મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબંધિત વિભાગ-અધિકારીને અરજી કરવામાં આવી છે. બિલખા પ્લાઝાના કેટલાંક મિલ્કતધારકોએ આ અરજીમાં જણાવાયું છે કે, સરગમ ફૂડ દ્વારા ગેરકાયદે બિલખા પ્લાઝાનું કોમન પાર્કિંગ પચાવી પાડવામાં આવ્યું છે. સરગમ ફૂડ દ્વારા ગેરકાયદે પાર્કિંગમાં રેસ્ટોરાંનો સામાન ખડકી દેવામાં આવ્યો છે એટલે ત્યાંના મિલ્કતધારકો અને મુલાકાતીઓને તેમના વાહન બહાર રસ્તા પર પાર્ક કરવા પડે છે એટલું જ નહીં, સરગમ ફૂડ દ્વારા શોપ આગળ માર્જિનની જગ્યામાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું છે. જેથી બિલ્ડીંગ સ્ટ્રક્ચર પર જોખમ ઉભું થયું છે. સરગમ ફૂડ દ્વારા બિલખા પ્લાઝાની એન્ટ્રી પર કબજો જમાવી આસપાસની ખુલ્લી જગ્યામાં રેસ્ટોરાંનું સીટીંગ સ્પેસ ઉભું કરાયું છે જે પણ ગેરકાયદે છે. આ સિવાય સરગમ ફૂડ દ્વારા સમગ્ર બિલખા પ્લાઝામાં ગંદકી અને પ્રદૂષણ પણ ફેલાવવામાં આવી રહ્યું છે. અધૂરામાં પૂરું બિલખા પ્લાઝાના જ કેટલાક ફ્લેટ, ઓફિસ, શોપ ધારકો મફતમાં નાસ્તા મળવાની લાલચે સરગમ ફૂડના ગેરકાયદે ચાલતા ધંધામાં સાથ આપી રહ્યા છે જે અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંબધિત વિભાગ-અધિકારીને અરજી કરવામાં આવી છે.
- Advertisement -
રાજકોટમાં જાણીતા સરગમ ફૂડનું નામ મોટું છે પણ કામ તદ્દન ખોટું છે. શહેરના મુખ્ય માર્ગ કસ્તુરબા રોડ અને બિલખા પ્લાઝાની પથારી સરગમ ફૂડ દ્વારા ફેરવી નાખવામાં આવી છે. સરગમ ફૂડ એક તો પોતાના હરીફ ફાસ્ટફૂડવાળાઓને સામ, દામ, દંડ, ભેદથી તેમની આસપાસ ટકવા દેતું નથી. બીજું સરગમ ફૂડ દ્વારા કોઈ પાર્કિંગની કે અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી ન હોય સરગમ ફૂડના દબાણને કારણે કસ્તુરબા માર્ગ પર ટ્રાફિકજામ સર્જાય છે. બિલખા પ્લાઝા અને આસપાસના વિસ્તારના રહીશોથી લઈ સૌ કોઈ સરગમ ફૂડની ગેરકાયદે દબાણ કરી ચોરી પર સીનાચોરીની દાદાગીરીથી તોબા પોકારી ઉઠ્યા છે. સરગમ ફૂડના મોટા નામ સાથે થતા ખોટા કામ પર તંત્રની તવાઈ જરૂરી છે. સરગમ ફૂડ વિરુદ્ધ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક અરજીઓ કરવામાં આવી છે છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી તેથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સમગ્ર મામલે અંગત રસ દાખવી કડક પગલાં ભરે તે જરૂરી છે. વધુ \
સરગમ ફૂડ વિરૂદ્ધ કોર્પોરેશનમાં અનેક ફરિયાદો છતાં કોઈ જ પગલાં લેવાતાં નથી: મ્યુ. કમિશનર ખુદ રસ લે તે જરૂરી
વકીલ-જિજ્ઞેશ ધ્રુવ વચ્ચે થયેલી મારામારી પાછળ મોટું રાજકારણ: ત્રણ-ચાર વ્યક્તિ મળીને આખા બિલ્ડિંગને બાપ કી જાગીર બનાવી નાખ્યું!
- Advertisement -
બિલખા પ્લાઝામાં થયેલી બબાલમાં પડદા પાછળ સરગમ ફૂડ?
2ાજકોટના કસ્તુ2બા માર્ગ ઉપ2 આ2 વર્લ્ડ સિનેમા પાસે આવેલા બિલખા પ્લાઝામાં એડવોકેટ મુકેશ ઠક્કર, વિજયસિંહ મોરી અને જીજ્ઞેશ ધ્રુવ વચ્ચે થોડા દિવસો અગાઉ થયેલી બોલાચાલી, મારામારી અને સામસામી ફરિયાદ બાદ સમગ્ર મામલે એક નવી જ હકીકત જાણવા મળી રહી છે. બિલખા પ્લાઝામાં ઓફિસ, શોપ અને રેસ્ટોરાં ધરાવનારા મુકેશ ઠક્કર, વિજયસિંહ મોરી અને જીજ્ઞેશ ધ્રુવ વચ્ચે થયેલી બબાલમાં મુકેશ ઠક્કર અને વિજયસિંહ મોરીએ ભેગા મળી જીજ્ઞેશ ધ્રુવની ધોલાઈ કરી ખુદની ધોલાઈ થઈ હોય એવું ચિત્ર ઊભું કર્યું હતું તો બીજી તરફ જીજ્ઞેશ ધ્રુવ દ્વારા પોતે નિર્દોષ હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે અને આ પાછળ સરગમ ફૂડનો હાથ હોવાનું કહ્યું છે.
વાસ્તવમાં વાત કંઈક એવી છે કે, બિલખા પ્લાઝામાં મુકેશ ઠક્કરની ઓફિસ, વિજયસિંહ મોરીની શોપ અને રેસ્ટોરાં આવેલી છે. થોડા મહિનાઓ અગાઉ જીજ્ઞેશ ધ્રુવે અહીં સોડમ નામની રેસ્ટોરાં શરૂ કરી છે. બિલખા પ્લાઝામાં જીજ્ઞેશ ધ્રુવે શરૂ કરેલી રેસ્ટોરાંથી સરગમ ફાસ્ટફૂડના મિત્ર મુકેશ ઠક્કર અને વિજયસિંહ મોરીના પેટમાં તેલ રેડાયું હતું. મિત્રની સરગમ ફૂડને જીજ્ઞેશ ધ્રુવની રેસ્ટોરાં શરૂ થવાથી આર્થિક ફટકો પડ્યો છે. તેથી બિલખા પ્લાઝામાં જીજ્ઞેશ ધ્રુવની રેસ્ટોરાં સેટ થવા ન દેવા, તેમને ડરાવી ધમકાવી ભગાડી મૂકવા માટે એડવોકેટ મુકેશ ઠક્કર અને વિજયસિંહ મોરીએ જીજ્ઞેશ ધ્રુવને ધબેડી નાખ્યાં હતા. સોડમ રેસ્ટોરાં સરગમ ફૂડની હરીફાઈમાં ન ઉતરે તે માટે જીજ્ઞેશ ધ્રુવને એડવોકેટ મુકેશ ઠક્કર અને વિજયસિંહ મોરી દ્વારા માર મારવામાં આવ્યો છે એવું ચર્ચાઈ પણ રહ્યું છે.
સમગ્ર બનાવ અંગે ખાસ-ખબરને બિલખા પ્લાઝામાં આવેલી સોડમ રેસ્ટોરાંના માલિક જીજ્ઞેશ ધ્રુવએ જણાવ્યું હતું કે, તારીખ 30 જૂનના બપોરે 12 વાગ્યા આસપાસ બિલખા પ્લાઝામાં બનેલા બનાવમાં વકીલ મુકેશ ઠક્કર દ્વારા કરાયેલા આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. હું જ્યારે મારી રેસ્ટોરન્ટમાંથી બહાર કામ અંગે જતો હતો ત્યારે અમારા રેસ્ટોરન્ટના કર્મચારી રમેશે મારી પાસે આવીને વિજયસિંહ મોરીની ઓફિસ તરફ આંગળી ચીંધતા મને કહેલું કે તમને નીચે બોલાવે છે. જ્યાં જતાં વિજયસિંહ મોરીએ મારી પર આક્ષેપ કરેલો કે તમો પાણીની ચોરી કરો છો. આવા તદ્દન પાયાવિહોણા આક્ષેપ મારી પર કરીને તેઓએ મને ગાળો આપી ત્યારે મેં કહેલું કે, આ પાણી અમો કોમન બોરમાંથી લઈએ છીએ અને તેનું જે કઈ મેઇન્ટનન્સ આવે છે તે અમો ચૂકવીએ છીએ તો ચોરી કઈ રીતે કહી શકાય? ત્યારે જ પ્રમુખ મુકેશ ઠક્કર ત્યાં આવી પહોચેલા અને એ પણ મને ગાળો દેવા લાગેલા ત્યારે મેં ગાળો દેવાની ના પાડતા મને બથ ભરી અને કહેલું કે આજ આને જવા દેવો નથી. આ સાથે જ બહાર બેઠેલા વિજયસિંહ મોરીના માણસોએ બહારનો દરવાજો બંધ કરી મને ઘેરી લીધો. વિજયસિંહ મોરી મને હોકીસ્ટીક વડે મારવા લાગેલા અને મુકેશ ઠક્કરે હું ભાગીને બહાર ન જઈ શકુ એટલે પકડી રાખેલો તથા તેના માણસો દરવાજા આડે ઊભા રહી ગયેલા. ત્યારબાદ મેં વિજયસિંહ મોરીને માર ખાતાખાતા એમણે પાર્કિંગની 650 ફૂટ જેટલી દબાવેલી જગ્યા માટે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારતા તેઓએ મને મારવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ 100 નંબરમાં મેં પોલીસને ફોન કરી બોલાવેલી અને મને વિજયસિંહ મોરીની ઓફિસમાં ગોંધી માર મારવામાં આવેલો છે તેવી ફરિયાદ કરેલી જેના અનુસંધાનમાં પોલીસની ગાડી થોડીવારમાં જ આવી પહોચેલી અને મને તાત્કાલિક સારવારની જરૂર હોય મેં 108ને પણ બોલાવી લીધેલી હતી. પોલીસમાં ફોન કરતા જ આ લોકોએ મને બહાર જવા દેવા માટે કહેલું પરંતુ મારી હાલત ખરાબ હોય હું બહાર મારા પોતાની શક્તિથી જઈ શકુ તેમ ન હોય ત્યાં જ નીચે જમીન પર બેસી રહ્યો હતો. એ દરમિયાન મારા કર્મચારીએ મારી ઓફિસમાં જાણ કરતા તેઓ મારી મદદે આવ્યા હતા અને મને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલો હતો એવું જીજ્ઞેશ ધ્રુવે ખાસ-ખબરને જણાવ્યું છે.
બિલખા પ્લાઝામાં રેસ્ટોરાં ધરાવતા જીજ્ઞેશ ધ્રુવને કઈ રીતે હેરાન કરવામાં આવે છે?
બીલખા પ્લાઝામાં રેસ્ટોરાં ધરાવતા જીજ્ઞેશ ધ્રુવે પોતાને ક્યાં પ્રકારે હેરાન કરવામાં આવે છે એવું ખાસ-ખબરને જણાવતા કહ્યું હતું કે, અમોએ તારીખ 20 એપ્રિલ એ જ રૂપિયા 25000નો ચેક રાજકોટ નાગરિક સહકારી બેંક મારફત એસોસિએશનને આપેલો છે. બિલખા પ્લાઝાનું જૂનું નોંધાયેલ એસોસિયશન હોવા છતાં ફકત પોતાના અંગત લાભ માટે સભ્યોની મંજૂરી વગર નવું એસોસિએશન ઉભું કરી અને સભ્યોને અદાલતમાં કેસ દાખલ કરવાની ધાકધમકી આપી મન ફાવતા ચાર્જ લગાડી તથા ફક્ત નીચે આવેલા એક રેસ્ટોરન્ટને જ લાભ થાય તેવા નિયમો બનાવી અંગત લાભ મેળવવામાં આવે છે. જેના પુરાવા મારી પાસે છે. અમારી પાસે સૌથી વધુ 13 દુકાન હોવા છતાં અમોને કોમન પાર્કિંગમાં સ્કૂટર પણ પાર્ક કરવા દેવામાં આવતું નથી જ્યારે કે નીચે પાર્કિંગમાં રેસ્ટોરન્ટને રેકડી, રસોડું, ગોડાઉન તથા ટેબલો પાથરી સંપૂર્ણ ધંધા માટે આપી દેવામાં આવ્યું છે તથા અલગ અલગ એન્ટ્રીઓ લોખંડની જાળીઓ નાખી કાયમી બંધ કરી દેવામાં આવી છે. કસ્તુરબા રોડ પર ઘણા રેસ્ટોરન્ટ હોવાથી તથા જૂના રાજકોટ તથા નવા રાજકોટનો લિંકરોડ હોવાથી લોકોની અવરજવર સતત વધતી જાય છે જેને કારણે ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન ગંભીર થતી જાય છે. એસોસિયેશન તરફથી મસમોટી રકમ વસૂલ કરવા છતાં કોઈ જ સગવડ આપવામાં આવતી નથી જેમકે સફાઈ, કોમન લાઈટ, સિક્યોરિટી વગેરે.. જે સિક્યોરિટી રાખેલી છે તે પણ ફકત પોતાના અંગત લાભ અને અંગત કામો કરાવવા માટે રાખેલી છે. અમારા રેસ્ટોરન્ટને બંધ કરાવવામાં માટે નિતનવા કાવતરા કરવામાં આવે છે. અમારા કોઈ ગ્રાહકો રેસ્ટોરન્ટમાં આવી ન શકે એટલા માટે એન્ટ્રીમાં જ ફરતે સ્કૂટરો ગોઠવી એન્ટ્રી બ્લોક કરી દેવામાં આવે છે. નીચેના રેસ્ટોરન્ટ દ્વારા આગળ માર્જીનની જગ્યા ખોદીને પોતાના ગ્રાહકોને બેસવા માટે સગવડ કરવામાં આવી છે જેથી આખા બિલ્ડીંગનું સ્ટ્રક્ચર જોખમમાં આવી પડેલ છે. જેમાં એસોસિએશના પ્રમુખ તથા સેક્રેટરીનો સંપૂર્ણ સહયોગ છે એવું જીજ્ઞેશ ધ્રુવે ખાસ-ખબરને જણાવ્યું હતું.