ખાખી વર્દીને ડાઘ લગાડતો અમરેલી પોલીસ કર્મચારીને ઝડપી લીધો
પોલીસ જાપ્તામાં બુટલેગર ધીરેન કારીયાને અમરેલીને બદલે જૂનાગઢ કેમ લવાયો?
અમરેલી પોલીસના જાપ્તામાં બુટલેગરને ગાંધીનગરથી અમરેલી લઇ જવાનો હતો
પોલીસ કર્મીએ કેફી પીણું પીધું હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
જૂનાગઢ ખાખી વર્દીને ડાઘ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર બનાવ મામલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનોહ નોંધતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
સમગ્ર બનાવ મામલે ફરિયાદ નોંધાતા તપાસમાં એવું સામે આવ્યું છે કે, રાજ્યના ટોપ – 20 બુટલેગર ધીરેન કારીયા અમરેલી પોલીસના જાપ્તા હતો અને ગાંધીનગર ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરી તેને અમરેલી જેલ હવાલે કરવાને બદલે જૂનાગઢ લાવવામાં આવ્યો હતો આમ બુટલેગર ધીરેન કરિયાને અમરેલી પોલીસ કર્મચારી રણજીત નાનજી વાઘેલા અમરેલી લઇ જવાને બદલે જૂનાગઢ શું કામ લાવ્યા તેવા અનેક સવાલો સાથે જૂનાગઢ બી.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા અને પોલીસ કર્મી ઝડપી લેતા સમગ્ર મામલે હાલ ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી દેવામાં આવી છે.
અમરેલી જેલમાં રહેલા કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને કોર્ટની મુદ્દતે ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો.
જયાંથી પરત ફરતી વખતે જાપ્તા પોલીસના બે કર્મચારીઓ રણજીત નાનજી વાઘેલા અને નિતિન ઘુસાભાઇ બાંભણીયા સીધા અમરેલી જેલ જવાને બદલે આરોપીને જૂનાગઢ પહોંચ્યા હતા જયા આરોપીને કોઇ જગ્યાએ ઉતારીને પોલીસ કર્મચારીઓ શહેરના ચિતાખાના ચોક પાસે આવેલ સાબરીને રેસ્ટોરન્ટમાં નોનવેજ ખાવા ગયા હતા.
- Advertisement -
જયા તેમાંથી એક પોલીસ કર્મચારીએ દારૂ પીને રેસ્ટોરન્ટના વેઇટર ઉપેન અને માલિક સોયબભાઇ ફારૂકભાઇ વડગામા સાથે તકરાર કરી તેમને જાનથી મારી નાખવાની ધકી આપતા ફરિયાદ નોંધાઇ છે તેને લઇને જુનાગઢ અને અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે. પોલીસે ફરિયાદને ટાંકીને આપેલી વિગતો પ્રમાણે જૂનાગઢના ચિતાખાના ચોક ખાતેના સાબરીન રેસ્ટોરન્ટમાં 3 વ્યક્તિ નોનવેજ ભાણુ ખાવા આવ્યા હતા તે દરમિયાન 3 પૈકીના એક વાદળી રંગનું ટી-શર્ટ પહેરેલ વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં દારૂ પીધો હતો જેને રેસ્ટોરન્ટ માલિકે દારૂ પીવાની ના પાડતા નશામાં ચુર વ્યક્તિ ઉશ્કેરાઇ ગયો હતો અને રેસ્ટોરન્ટ માલિક અને તેના વેઇટરને અપશબ્દો બોલતા રેસ્ટોરન્ટ માલિકે પોલીસ બોલાવવાની વાત કરી હતી જેથી તે વ્યક્તિએપોતે જ પોલીસ છે અને જો ફરિયાદ કરશોતો જાનથી મારી નાખીશ એવી ધમકી આપતા રેસ્ટોરન્ટ માલિક સોયબ વડગામાએ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ.એ.સાંગાણીએ તપાસ હાથ ધરી છે અને અમરેલી જઇને તપાસ કરતા જૂનાગઢ ખાતે માથાકુટ કરનાર અમરેલી પોલીસ હેડ કર્વાટરના પોલીસ કર્મી રણજીત નાનજી વાઘેલા અને નિતિન ઘુસાભાઇ બાંભણીયા હોવાનું ખુલ્યુ હતુ. જયારે આ સમગ્ર બનાવ મામલે જૂનાગઢ બી-ડીવીઝન પોલીસે આરોપી રણજીત નાનજી વાઘેલાને ઝડપી પાડયો હતો જયારે આ બનાવ મામલે સમગ્ર તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જૂનાગઢ પોલીસની તપાસના રિપોર્ટ અમરેલી પોલીસને મોકલાશે ત્યારબાદ અમરેલી એસપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.