મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાંથી ટેમ્પોચાલકની મુંબઈ પોલીસ દ્વારા અટકાયત
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈની જાણીતી ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો ખોટો ફોન કરનાર શખ્સને રાત્રીના સમયે મુંબઈ પોલીસે મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાંથી ઉપાડી લીધો હોવાની માહિતી સામે આવી છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મુંબઈની જાણીતી ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો કોલ મળતા મુંબઈ પોલીસ ધંધે લાગી હતી અને ત્યારબાદ કોલ ડીટેઈલને આધારે મુંબઈ પોલીસે પગેરું દબાવતા આ ફોન કોલ કરનાર વ્યક્તિ મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતો વિક્રમસિંહ ઝાલા હોવાનું ખુલતા મુંબઈ પોલીસની ટીમ રાતો રાત મોરબી દોડી આવી હતી અને લોકેશનને આધારે સ્થાનિક પોલીસની મદદથી વિક્રમસિંહ નામના શખ્સને અટકાયત કરીને તપાસ માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો.