10 જેટલા કારીગરો કરી રહ્યાં કામ: ટુંક સમયમાં કામ પૂર્ણ થશે
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મહાદેવના મુખ્ય મંદિરમાં પ્રવેશવા માટેનું મુખ્ય દ્વાર એટલે દિગ્વિજય દ્વાર.આ દિગ્વિજય દ્વારને સુવર્ણ કલરથી શોભયમાન કરવાની ગતિવિધિ પુર જોશમાં ચાલી રહી છે.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ દિગ્વિજય દ્વાર આસપાસ લાકડાના બંબુથી પાજ બાંધી 8 થી 10 કારીગરો કામ કરી રહ્યા છે. જે આશરે દિવાળી સુધી પૂર્ણ થઈ જશે.છેલ્લા 4 થી 5 મહિનાઓથી સમગ્ર મંદિરને સફેદ પાકા પ્રાઈમર રંગથી અસ્તર કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ઉપર ગોલ્ડન રંગ લગાવવામાં આવી રહ્યો છે.જોકે મંદિરના મોટા ભાગમાં કલરકામ પૂર્ણ થઈ ગયું છે.માત્ર દિગ્વિજય દ્વારને જ શોભાયમાન કરવાની કામગીરી બાકી છે.