ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
35 વર્ષીય ઈલા ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાની હત્યા કરનાર અને તેની સાથે મૈત્રી કરાર કરીને રહેતો આરોપી સંજયભારથી ગોસાઈ ની યુનિવર્સિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.અનેં આજરોજ ગુનાના કામે કોર્ટમાં આરોપી સંજયભારથી ગોસાઈ ને રજૂ કરવામાં આવશે.
- Advertisement -
ગઈકાલે સવારના 10:30 વાગ્યા પૂર્વે ઇલા સોલંકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે સંજયભારથી વિરુદ્ધ આઇપીસી 302 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.લીવ ઇનમાં રહેતી ઇલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો.
ટ્યુશનથી લઇ તેના નાના ના ઘરે પુત્ર ને મૂકવા ગયો હતો. પોલીસે હાલ આરોપીની અટકાયત કરી છે. તેમજ તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. તેમજ તે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ કયા ક્યાં ગયો છે તે બાબતે પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસ પૂછપરછમાં
આરોપી સંજયભારથી પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં એસીપી રાધિકા ભારાયના જણાવ્યા પ્રમાણે રૈયા રોડ પર આવેલા આરએમસી ક્વાર્ટરમાં ઇલાબેન સોલંકી નામની મહિલાની હત્યા કરવામાં આવી છે.
- Advertisement -
મૃતક મહિલા સંજયભારથી નામની વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને પોતાના તેર વર્ષીય પુત્ર સાથે ક્વાર્ટર ખાતે રહેતા હતા. સંજયભારથી દ્વારા ઓશીકા વડે ઇલાબેન સોલંકીનું મોઢું દબાવી શ્વાસ રૂંધાવી નાંખી તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની નાની બહેન પૂનમ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈલા સોલંકી સંજયભારની સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. તેમ છતાં સંજયભારથી દ્વારા ઇલા સોલંકી ઉપર શંકા કુશંકા કરવામાં આવતી હતી. તેમજ બંને વચ્ચે ઝઘડો થતાં તેની હત્યા કરવામાં આવી છે.પોલીસે હાલ આરોપીની અટકાયત કરીતેની પૂછપરછ કરી રહી છે