યુવકના ભાઈ સહિત 6 શખ્સ સામે એટ્રોસિટી, ધમકી સહિતની નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મૂળ ચોટીલા પંથકના અને હાલ રાજકોટમાં સોખડા રોડ ઉપર નિરાંતનગરમાં રહેતી એલએલબીનો અભ્યાસ કરતાં રાકેશ ડાયાભાઈ સાગઠિયા ઉ.21એ જયરાજ, તેનો માસિયાઈ કેવલ અને અજાણ્યા ચાર જેટલા શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી, મારકૂટ, ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા મિત્ર અશોક ગમારાને પ્રેમ લગ્ન કરવા હોય જેથી મારુ માર્ગદર્શન આપતા મે મદદ કરી હતી તે પછી 18 તારીખે અશોક અને પૂજા બંને જરૂરી ડોક્યુમેન્ટ અને સાક્ષી સાથે જૂની કોર્ટે પહોંચ્યા હતા અને ત્યાં રજીસ્ટર કરાવ્યા બાદ લગ્ન સર્ટિફિકેટ બે ત્રણ દિવસમાં આવી જશે તેમ કહ્યું હતું તે પછી 21 તારીખે હું નવાગામ મિત્ર પાસે હતો ત્યારે અશોકે ફોન કરી મારુ મેરેજ સર્ટિ આવી ગયું છે આજે રાત્રે ભાગી જવું છે તો ગાડીની વ્યવસ્થા કરાવી આપ ને જેથી મારા મિત્ર નીલેશને વાત કરતાં તે મોડી રાત્રે આવ્યો હતો અને બંનેને અમદાવાદ ઉતારી અમે પરત રાજકોટ આવી ગયા હતા તે પાછી ગઇકાલે હું મિત્રનું એક્ટીવા લઈને કિશાનપરા ચોક ખાતે મિત્રની ટેટૂની દુકાને ગયો હતો ત્યારે જયરાજ અને તેનો માસીનો દીકરો ભાઈ આવેલ અને અશોક વિષે પૂછતાછ કરી મને બાઈકમાં વચ્ચે બેસાડી ભીચરી ગામે મહીકાના પાટિયા પાસે લઈ ગયા હતા અને ત્યાં ફરી બધાએ અશોક વિષે પૂછી હાથમાં પહેરેલા કડાથી માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે પછી જયરાજ અને તેના માસીનો દીકરો મને બાઈકમાં બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી મૂકી ગયા હતા મારા ભાઈ પ્રદીપને વાત કરતાં તે આવી ગયો હતો અને
મને હોસ્પિટલે ખસેડયા હતા ફરિયાદ નોંધાવી હતી.