સત્સંગ વિહાર ભાગ-1 અને 2ની બાળવાર્તામાં ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 24 અવતારો, સંતોથી પણ શ્રીજી મહારાજ મહાન બતાવાતી વાર્તાઓ
દેશ-વિદેશમાં આલીશાન મંદીરો ધરાવતાં અને સત્સંગ સભાઓ થકી માનવનિર્માણની વાતો કરનાર બી.એ.પી.એસ. સંસ્થાના સાહિત્યમાં જ પોતાનો સંપ્રદાય મહાન બતાવવાની બાલીશ ચેષ્ટાઓ જોવા મળી રહી છે. બી.એ.પી.એસ.ના બાળસભા કોર્સ તથા બાળ સત્સંગ શિક્ષણ પરીક્ષા માટેની પુસ્તશ્રેણી સત્સંગ વિહાર ભાગ-1 અને સત્સંગ વિહાર ભાગ-2ના પુસ્તકોના અમુક પ્રકરણમાં સનાતન ધર્મના અવતારો, સંતો, શિવ ભગવાન, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, રામાનંદ સ્વામી વગેરેથી પણ વધારે મહાન શ્રીજી મહારાજ કે પ્રમુખ સ્વામીને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા પુસ્તકોના વાંચનથી બાળ-માનસ ઉપર કેવી અસર થાય? સનાતન ધર્મના બદલે એક જ સંપ્રદાયને મહાન બતાવવાના આવા પ્રયાસો હિન્દુ સમાજને છિન્ન-ભિન્ન કરી નાખશે તેવી દહેશત જોવા મળે છે. બી.એ.પી.એસ.ના આ પુસ્તકો જ સાબીત કરે છે કે કુવામાં હોય તો અવાળામાં આવે, સંપ્રદાયના નામે ઝેર વાવવાના આવા પ્રયાસો દેશહીતમાં પણ યોગ્ય નથી.
- Advertisement -
સત્સંગ વિહાર ભાગ-1ના પાના નંબર 22 ઉપર પ્રકરણ નંબર 9માં સર્વોપરી શ્રીહરિ ટાઈટલ અંતર્ગત જણાવાયું છે કે શ્રીજી મહારાજ જ સર્વોપરી ભગવાન છે.
કૂઆમાં છે એટલે જ અવાડામાં આવે છે!
બાળમાનસને સાંપ્રદાયિક રંગે રંગવાના પ્રયાસો હિન્દુ-સમાજ માટે ભયંકર જોખમી
- Advertisement -
BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં અહીં માત્ર બે પુસ્તકોમાંથી જ અમુક પ્રકરણોની જ વાત અહીં
‘ખાસ-ખબર’ પોતાના વાચકો સમક્ષ મૂકી રહ્યું છે. આવી અનેક વાતો વિવિધ સ્વરૂપે સાહિત્યના માધ્યમથી પીરસવામાં આવી રહી છે. આવા પ્રયાસો સામે સનાતન ધર્મના રક્ષકોએ મેદાનમાં આવવું અનિવાર્ય છે.
સત્સંગ વિહાર ભાગ-1ના પાના નંબર 26 ઉપર ‘બધા કર્મમાં મર્મ’ ટાઈટલ અંતર્ગતની વાર્તામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશને શ્રીજી મહારાજે અદલા-બદલી કર્યાની વાત છે.
સત્સંગ વિહાર ભાગ-2ના પાના નંબર 15 ઉપર ‘સર્વોપરી સ્વામિનારાયણ’ વાર્તામાં શ્રીજી મહારાજમાં જ 24 અવતારોનો દર્શનની વાત છે.
સત્સંગ વિહાર ભાગ-1ના પાના નંબર 39 ઉપર ‘ગુણાતીત સંતમાં બધા પ્રગટ’ શિવ ભગવાન ભકતને એવું કહે છે કે, ‘તારે મોક્ષ જોઈતો હોય તો પ્રમુખ સ્વામી પાસે જા.’
સત્સંગ વિહાર ભાગ-1ના પાના નંબર 77 ઉપર ‘ગાગરમાં સાગર’ મથાળાની બાળવાર્તામાં મુરત માટે બ્રાહ્મણ ન હોય તો સ્વામિનારાયણનું નામ લઈને સાંતી જોડવાની વાત છે.
સત્સંગ વિહાર ભાગ-2ના પાના નંબર 23 ઉપર ‘બ્રહ્માજી કાગડા સ્વરૂપે પ્રસાદી લેવા આવ્યા’ની વાર્તા કહેવામાં આવી છે.