ભાજપના ઉમેદવારોના નામને લઇ દિલ્હી ખાતે ઙખ મોદીની અધ્યક્ષતામાં મહામંથન ચાલી રહ્યું છે. ત્યારે ભાજપ હવે ગમે ત્યારે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ઉમેદવારોના નામને લઇ તમામ રાજકીય પક્ષોમાં મંથન ચાલી રહ્યું છે. ત્યારે આજે ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈને દિલ્હીમાં ઙખ મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના 182 ઉમેદવારોના નામ પર અંતિમ મહોર વાગશે. જેની માટે ઈખ ભૂપેન્દ્ર પટેલ અને ઈછ પાટીલ દિલ્હી પહોંચ્યા છે.
- Advertisement -
આ મામલે તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં મહામંથન બાદ 2થી વધુ તબક્કામાં ભાજપના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. બેઠકદીઠ 3થી 5 નામોની પેનલ તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અમિત શાહના નિવાસ સ્થાને બેઠક યોજાઇ હતી. ગઈ કાલે સાંજે અઢી કલાક જેટલી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ઈખ ભૂપેન્દ્ર પટેલ અને ઈછ પાટીલ હાજર રહ્યાં હતા. જેમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચા ચાલી હતી. આથી હવે ચૂંટણી પહેલા ગમે ત્યારે ભાજપની યાદી જાહેર થઇ શકે છે.
કાલે સાંજે દિલ્હી ખાતે યોજાશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
વધુમાં તારીખ 9 અને 10મી નવેમ્બરે પણ દિલ્હીમાં આ મામલે બેઠક યોજાશે. ભાજપના ઉમેદવારોના મંથનને લઇ આવતીકાલે તારીખ 9મી નવેમ્બરે સાંજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ યોજાશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. સાંજના 6:30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર આ બેઠક યોજાશે.
સૌરાષ્ટ્રના 2 સાંસદો વિધાનસભાની ચૂંટણી લડી શકે
તમને જણાવી દઇએ કે, મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં ભાજપના ઉમેદવાર મંથન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં સૌરાષ્ટ્રના 2 સાંસદો વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. એટલે કે ભાજપ મોહન કુંડારીયા અને પૂનમ માડમને ઉમેદવાર બનાવી શકે છે. પડધરી ટંકારા અને જામખંભાળિયા બેઠક પરથી ભાજપ બન્ને સાંસદોને ટિકિટ આપી શકે છે.
- Advertisement -
પૂર્વ CM વિજય રૂપાણીને પણ ભાજપ ટિકિટ આપી શકે
તદુપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ભાજપ ટિકિટ આપી શકે છે. રાજકોટની મહત્વની 3 બેઠકોમાંથી એક બેઠક ઘઇઈને આપવા માંગ ઉઠી છે. ઘઇઈની બેઠકમાં યુવા અગ્રણી ઉદય કાનગડનું નામ મોખરે ચાલી રહ્યું છે. ડો. ભરત બોઘરા જસદણને બદલે રાજકોટથી ચૂંટણી લડી શકે છે. ગોવિંદ પટેલની બેઠક પર ડો. ભરત બોઘરાને પણ ટિકિટ મળી શકે છે. જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ભાજપ ટિકિટ આપી શકે છે.