- ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના અત્યાર સુધી 24 ઉમેદવારો જાહેર થયાં છે.
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં અત્યાર સુધી 24 ઉમેદવારો જાહેર થયાં છે. ટોટલ 26 બેઠકોના 52 ઉમેદવારો મેદાનમાં રહેશે જેમાંથી 24 નામ જાહેર થયાં જ્યારે 28 બેઠકોના નામ બાકી છે જે હવે પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
ભાજપના 15, AAPના 2 અને કોંગ્રેસના 7
સૌથી પહેલા ભાજપે ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં 5 નવા ચહેરાઓને અને 2 મહિલાઓને મળી છે. કોંગ્રેસે ઈન્ડીયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને 2 બેઠકો આપી છે જેમાં ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભરુચથી તો બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે કોંગ્રેસે પણ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં વર્તમાન ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને ટિકિટ આપી છે.
- Advertisement -
ભાજપ પાસે તમામ 26 બેઠકો છે
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી પરંતુ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળી હતી.
26માંથી 6 બેઠકો અનામત
26 બેઠકોમાંથી 6 અનામત છે. તેમાંથી ચાર બેઠકો વલસાડ, બારડોલી, દાહોદ અને છોટાઉદેપુર અનુસૂચિત જનજાતિ (ST) માટે અને બે બેઠકો કચ્છ અને અમદાવાદ પશ્ચિમ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે.