આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી દ્વારા સને 2022 સુધીમાં સૌને ” ઘર” મળી રહે તે માટે સને 2015માં “પ્રધાનમંત્રી આવાસ યોજના” કરવામાં આવી હતી. સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે.
કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજીનો સઘન અભ્યાસ કરી ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેંજ – લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત) લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઇ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવે છે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે.