ખાસ-ખબર સંવાદદાતા
અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીની રૂબરૂ મુલાકાત કરી માછીમારોને લગતા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે માછીમાર આગેવાનોએ કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ મંત્રી પરસોતમ રૂપાલા સાથે દિલ્હી ખાતે રૂબરૂ બેઠક કરી માછીમારોને જમીન ખેડૂતનું સ્ટેટસ આપવા તથા માછીમારોને બોટ માટે ખરીદ કરવામાં આવતું ડીઝલ 100 ટકા વેરામુક્ત કરવા રજૂઆત કરવામાં આવી હતી.