વેરાવળ બાર એસો.એ પરિપત્ર રદ્દ કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.20
- Advertisement -
રાજ્યમાં દસ્તાવેજ નોંધણી પ્રક્રીયાની અંદર સુધારો કરવા બાબતે વિવાદાસ્પદ પરીપત્ર બહાર પાડેલ છે. જે અધિનિયમ 1908 ની કલમ 32-એ મુજબનું પરિશિષ્ટ કાયદાની જોગવાઈઓથી વિપરીત હોવાથી તાત્કાલીક અસરથી રદ કરવાની માંગણી સાથે વેરાવળ બાર એસો.ના નેજા હેઠળ એડવોકેટ મિત્રોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. જ્યાં સુધી આ પરીપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી રજીસ્ટ્રાર કચેરીની કામગીરીનો બહિષ્કાર કરવાનું બાર એસો.એ જાહેર કરેલ છે. તાજેતરમાં રાજ્ય સરકારના સુપ્રીટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સરનિરિક્ષક દ્વારા દસ્તાવેજ નોંધણી પ્રક્રીયામાં સુધારો કરવા માટે પરીપત્ર બહાર પાડેલ છે. જેને લઈ એડવોકેટ મિત્રોમાં વ્યાપક રોષ પ્રવર્તેલ છે. ત્યારે આ પરીપત્રના વિરોધમાં આજરોજ વેરાવળ બાર એસો.ના પ્રમુખ સુર્યકાન્ત સવાણીના નેજા હેઠળ મોટી સંખ્યામાં એડવોકેટ મિત્રોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
જેમાં જણાવેલ કે, દસ્તાવેજની નોંધણી પ્રકીયા અનુસંધાને બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં નોંધણી અધિનિયમ 1908 ની કલમ 32-એ મુજબનું એમેન્ડ કરવામાં આવેલ પરિશિષ્ટનો હરોળ કમાંક 6 તથા 9 ની વિગતો દસ્તાવેજ ઘડનાર વકિલો, બોન્ડ રાઈટર્સ દસ્તાવેજની તૈયારીમાં ભાગ લેનાર તમામ સબંધિત પક્ષકારોના હિતના વિરૂધ્ધમાં છે. પરીપત્રના કારણે કોઈપણ પ્રકારના હેતુ વગર દસ્તાવેજની પ્રેક્ટીસ કરતા વકીલોએ અને બોન્ડ રાઈટર્સની બીનજરૂરી જવાબદારી ઉભી થવાના તેમજ પક્ષકારોની ગેર રજુઆતના કારણે ભવિષ્યમાં લીટીગેશનનો, સીવીલ અને ફોજદારી કાર્યવાહીનો ભોગ બનવુ પડે તેવા સંજોગો નિર્માણ થાય તેવી ગેરવ્યાજબી જોગવાઈ છે.