આ વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022ના રોજ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ છે જે 2022નું બીજું સૂર્યગ્રહણ હશે.
કારતક મહિનામાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે અને કારતક મહિનાની પૂનમે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. જો કે આ વખતે આ બંને મોટા તહેવાર ગ્રહણની છાયામાં ઉજવશે. જણાવી દઈએ કે દિવાળી પર સૂર્યગ્રહણ છે અને દેવ દિવાળી પર ચંદ્રગ્રહણ છે લાગવાનું છે. દિવાળીની તિથિની વાત કરીએ તો તે 24-25 ઓક્ટોબર બંને દિવસે રહેશે. 24 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 05:27 વાગ્યે શરૂ થઈ રહી છે જે 25 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 04:18 સુધી ચાલશે. 25 ઓક્ટોબર મંગળવારના રોજ સૂર્યગ્રહણ થશે. આ વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022ના રોજ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ છે જે 2022નું બીજું સૂર્યગ્રહણ હશે.
- Advertisement -
ભારતમાં ક્યાં દેખાશે સૂર્યગ્રહણ
જણાવી દઈએ કે આ ગ્રહણ મુખ્યત્વે યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગોમાંથી દેખાશે અને આ સાથે જ ભારતમાં પણ આંશિક રીતે આ ગ્રહણ નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નઈ, ઉજ્જૈન, વારાણસી, મથુરામાં દેખાઈ શકે એવું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ સૂર્યગ્રહણ પૂર્વ ભારતને છોડીને સમગ્ર ભારતમાં જોઈ શકાશે. ગ્રહણનો સમય અને સુતક કાળનો સમય શું છે? ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ? આ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
ગ્રહણ પહેલા સુતકનો સમય કેટલો?
ગ્રહણ પહેલાનો સમય અશુભ માનવામાં આવે છે જેને સુતક કાળ કહેવામાં આવે છે. સુતક કાળમાં કોઈ માંગલિક કાર્ય કરવામાં આવતું નથી. ખાસ કરીને આ સમય દરમિયાન કોઈ વ્યક્તિએ નવું કાર્ય શરૂ કરવું જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસારઆ સુતક સમયગાળો 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ પૂર્ણ થયા પછી જ સમાપ્ત થાય છે. ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશેજે સવારે 03:17 વાગ્યે શરૂ થશે અને સાંજે 05:43 વાગ્યે સમાપ્ત થશે.
સુતક કાળમાં શું કરવું અને શું ન કરવું?
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુતક કાળમાં કોઈપણ શુભ કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ.
– આ સાથે જ સુતક કાળમાં ભગવાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
– સૂતકકાળમાં ભોજન બનાવવું જોઈ નહીં. આ સાથે જ તૈયાર ભોજનમાં તુલસીના પાન નાખો.
– સુતક કાળમાં દાંત સાફ ન કરવા જોઈએ અને વાળમાં કાંસકો પણ ન લગાવવો જોઈએ.
– સાથે જ સૂર્ય મંત્રોનો જાપ કરવો જોઈએ.
– સુતક કાળની સમાપ્તિ પછી, ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ.
– સૂર્યગ્રહણ દરમિયાન “ॐ आदित्याय विदमहे दिवाकराय धीमहि तन्न: सूर्य: प्रचोदयात” મંત્રનો જાપ કરો.
- Advertisement -
આ કારણે થાય છે સૂર્યગ્રહણ
વૈજ્ઞાનિકના આધાર પર જોવા જઇએ તો સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. એનાથી ચંદ્રથી સૂર્ય પૂરી રીતે અથવા આશિંક રીતે ઢંકાઇ જાય છે. ત્યારે ચંદ્રનો પડછાયો ધરતી પર પડે છે. આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.