સફાઇ કરાવી તળાવને સુંદર બનાવવા લોકમાગ ઊઠી છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
થાનગઢ નગર પાલિકા વિસ્તારની અંદર ગામની વચ્ચોવચ 5 પાંડવોના નામથી ઓળખાતું તળાવ આવેલું છે. અહીં નાનું તળાવ એવા વાસુકી દાદાના મંદિર આવેલું હોવાથી અનેક લોકોના આસ્થાના કેન્દ્ર સમાન છે. પરંતુ હાલ યોગ્ય જાળવણીના અભાવે તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે.
અહીં મોટી સંખ્યામાં વાસુકી દાદાના મંદિરે માણસો દર્શન કરવામાં આવે છે. અગાઉ વહીવટદાર શાસનમાં લોકોએ રજૂઆત કરી થાક્યા પણ કોઇ કાર્યવાહી થતી ન હતી. હાલ થાન પાલિકામાં ચૂંટાયેલ સભ્યો બેસતા હોવાથી લોકોને તળાવને તંત્ર દ્વારા જો સાફ-સફાઈ અભિયાન પૂરતું ધ્યાન દેવામાં આવે તેવી માગ ઊઠી છે.