લોકસભા અને રાજ્યસભાની વિધાનસભા સહિત વિભિન્ન નિકાયોની એક સાથે ચૂંટણી કરવાના મુદ્દા પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિને આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી પર પોતાની રિપોર્ટ સોંપી. આ રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને સોંપવામાં આવી છે.
આ રિપોર્ટ 16626 પાનાની છે. જેમાં છેલ્લા 191 દિવસના હિતધારકો, વિશેષજ્ઞો અને અનુસંધાન કાર્યની સાથે વ્યાપક પરામર્શનું પરિણામ છે.
- Advertisement -
આ લોકોએ દાવો કર્યો
આ પહેલા, સમિતિના એક સભ્યે નામ ના છાપવાની શરત પર આ વાતની પુષ્ટિ કરી હતી કે સમિતિએ 2019માં એક સાથે ચૂંટણી કરવાનો ઉપાય આપશે. સાથે જ આ સંબંધિત પ્રક્રિયાત્મક અને તાર્કિક મુદ્દા પર ચર્ચા કરશે.
સમિતિના બીજા સભ્યે કહ્યું કે, સમિતિનું માનવું છે કે તેમની બધી જ ભલામણ સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ હોવી જોઈએ, પરંતુ આ સરકાર પર નિર્ભર છે કે, તેઓ આ બાબતને સ્વીકાર કે અસ્વીકાર કરે.
- Advertisement -
સમિતિના એક અન્ય સદસ્યએ જણાવ્યું કે, આ રિપોર્ટમાં 15માં નાણાકીય આયોગના અધ્યક્ષ એન કે સિંહ અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની પ્રાચી મિશ્રા દ્વારા એક સાથે ચૂંટણી યોજવાની બાબત પર એક આર્થિક વ્યવહારતા પર એક રિપોર્ટ સામેલ છે. એક સાથે ચૂંટણી કરવા માટે આવશ્યક નાણાકીય અને પ્રશાસનિક સંશાધનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. આયોગે પોતાની વેબસાઈટનાં માધ્યમથી અને પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત સહિત વિભિન્ન હિતધારાકોથી પ્રાપ્ત ફિડબેક પર વિચારણા કરશે.
#WATCH | Delhi | High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report, today. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/9BOKw20e2f
— ANI (@ANI) March 14, 2024
આ કારણે એક સાથે ચૂંટણી કરવાનું બંધ થયું હતું
એક મીડિયા રિપોર્ટ અનુસાર, રિપોર્ટમાં 1951-52 અને 1967 ની વચ્ચે યોજાયેલી ત્રણ ચૂંટણીના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીંયા એ તર્ક આપવામાં આવ્યું છે કે, પહેલાની જેમ આજે પર એક સાથે ચૂંટણી કરવી શક્ય છે. જાનાવામાં આવ્યું કે તે સમયે એક સાથે ચૂંટણી યોજવાની બંધ થઈ ગઈ હતી કારણ કે, કેટલીક રાજ્ય સરકારો પોતાના કાર્યકાળ પૂર્ણ થતાં પહેલા જ પડી ભાંગી હતી અથવા તો તેમણે બરતરફ કરી દીધી હતી. જેથી નવી જ રીતે ચૂંટણી કરવાની આવશ્યકતા પડી હતી.
The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/zd6e5TMKng
— ANI (@ANI) March 14, 2024
મહત્વનું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનો પણ સમાવેશ થાય છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે આ સમિતિને સંપૂર્ણ કપટ ગણાવીને ના પાડી દીધી હતી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય છે. એક ખાનગી મીડિયાના અહેવાલ પ્રમાણે સમિતિના એક સભ્યએ પુષ્ટિ કરી છે કે, સમિતિ વર્ષ 2029માં એકસાથે ચૂંટણીઓ યોજવાનું સૂચન કરશે અને તેનાથી સંબંધિત પ્રક્રિયાગત અને લોજિસ્ટિકલ મુદ્દાઓ પર ચર્ચા કરશે.