મંછાનગર મેઈન રોડ પર ભૂલકાંઓ ગારો ખૂંદીને જાય છે આંગણવાડીમાં !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વરસાદ વરસવાની સાથે જ રાજકોટમાં પાણી ભરાવું અને કાદવ-કીચડનું સામ્રાજ્ય ઉભું થવું તે સામાન્ય બની ગયું છે ત્યારે શહેરના વોર્ડ નં. 5માં મંછાનગર મેઈન રોડ પર કે જ્યાં ડામર રોડ તો નથી પરંતુ રસ્તા પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
- Advertisement -
સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ રોડ-રસ્તા માટે મંજૂર કરવામાં આવતી હોય છે તો આ ગ્રાન્ટ મળે છે તો ડામર રોડ શા માટે બનતા નથી? નગરસેવકોને કેમ લોકોની મુશ્કેલીઓ નજરે પડતી નથી? ગઈકાલે પડેલા વરસાદના કારણે વોર્ડ નં. 5ના મંછાનગર મેઈન રોડ પર પાણી ભરાતા કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અહીંથી થોડે જ દૂર આ કાચા રસ્તા પર આંગણવાડી છે તો આંગણવાડીએ જતાં બાળકોને પણ આ કાદવમાંથી પસાર થવું પડે છે એટલું જ નહીં પરંતુ વાહનો પણ ફસાઈ જાય છે. આ રાહદારીઓને પડતી મુશ્કેલીઓ ક્યારે દૂર થશે?