સમાજના શ્રેષ્ઠીગણો, ઉદ્યોગપતિ અને તમામ રાજકીય આગેવાનોએ દાદાના દર્શન કર્યા
મહોત્સવના અંતિમ દિવસે ડ્રો યોજાયો, ભાગ્યશાળી વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશોત્સવમાં દસ દિવસ લાખો ભાવિકોએ દાદાના દર્શન કરી સવારે 8:30 કલાકે મંગળા આરતી, સાંજે 7:45 કલાકે મહાઆરતી અને રાત્રે 12:00 કલાકે શયન આરતીનો લાભ લીધો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહારક્તદાન કેમ્પ યોજી સમાજ સેવાને પણ વિશેષ મહત્વ આપ્યુ હતું. આ ઉપરાંત ગો ગ્રીન’ તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાવો’નો સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. આ ઉપરાંત ઓપરેશન સિંદુર અને દેશના વીરજવાનોની ગાથા દર્શાવતા પોસ્ટર મૂકી દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવમાં ભાવિકો અને શહેરના શ્રેષ્ઠીગણ તેમજ સમાજના આગેવાનો સહિત રાજકીયક્ષેત્રના તમામ મહાનુભાવો દાદાના દર્શને આવી મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે મહોત્સવના દસમાં દિવસે મહાઆરતીમાં વિપુલભાઇ ગોહેલ સહપરિવાર, કૌશીકભાઇ ચાવડા સહપરિવાર, હિરેનભાઇ દોશી સહપરિવાર અને મનીષભાઇ ખુમાણ સહપરિવાર સહિતના મહાનુભાવોએ દાદાના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો.
દસ દિવસ દાદાની સેવા પૂજા કર્યા બાદ આજે શનિવારે સવારે ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન કરવામાં આવ્યુ હતુ. તેમજ અગલે બરસ તું જલ્દી આના’ના જયઘોષ ભાવિકો દ્વારા કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો વિસર્જનમાં જોડાયા હતા.