ગામનાજ દિલાવર બેલીમ પાસેથી રૂ.50 હાજરના સોના બુટીયા કબ્જે કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી આરોપી એજ ગામનો નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું.
- Advertisement -
લૂંટ કરી હત્યા નીપજાવનાર આરોપીને ઝડપી લેવા એસપી હર્ષદ મેહતા એક ખાસ અલગ અલગ ટીમ બનાવી હતી જેમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા એલસીબી પીઆઇ જે.જે.પટેલ અને એસઓજી પીઆઇ ગોહિલ સહીત ભેસાણ પોલીસ સાથે જોડાઈ હતી આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા એ એક પ્રેસ કોન્ફ્રન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે ચુડા ગામના વૃદ્ધ મહિલા ઘરમાં એકલા હતા તેના બંને દીકરા વ્યવસાય અર્થે સુરત માં રહે છે.
ત્યારે કોઈ જાણભેદુ હોઈ અને મહિલા ઘરમાં એકલી રેહતી હોય જેનો લાભ લઈને જીવતી બેન વાછાણી ઘરમાં હતા ત્યારે ચુડા ગામનો દિલાવર સલીમ બેલીમ ઘરમાં ઘરમાં ઘૂસીને તીક્ષણ હથિયાર વડે ગળા અને માથેના ભાગે ગંભીર ઇજા પોહચાડી હત્યા કરી હતી અને ત્યાર બાદ જીવતીબેન વાછાણી એ પહેરેલ સોનાના બુટીયા ઉઠાવીને લાશને ઘરના ફળિયામાં આવેલ પાણીના ટાંકા માં નાખીને ફરાર થઇ ગયો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઊંડાણ પૂર્વક તપાસ કરતા હત્યારો ભેસાણ હોવાનું સામે આવતા પોલીસે તુરંત ઝડપી પાડયો હતો અને ગણતરી ની કલાકો માં હત્યારે ઝડપી લેવામાં સફળતા મળી હતી અને આરોપી પાસેથી રૂ.50 હજારની કિમંત સોનાના બુટીયા કબ્જે કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.