સોશિયલ મિડીયા
– જિગ્નેશ અધ્યારૂ
એ ગીત જે ક્ધહૈયા કુમાર જે.એન.યુમાં ગળું ફાડીને પોકારે ત્યારે એની સાથે કહે છે ‘અફઝલ હમ શર્મિંદા હૈ..’ અને ‘ઘર ઘર સે અફઝલ નિકલેગા..’ કોનાથી આઝાદી? હિંદુઓથી કદાચ.. એટલે જ કાશ્મીરમાં નારા લાગ્યા હતાં.
- Advertisement -
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ વિશે તો અઢળક લખાયું છે, લખાઈ રહ્યું છે.. મેં તો ફિલ્મ જોયા પછીના દિવસ એની એકેએક ફ્રેમને હકીકતમાં શોધવામાં વીતાવી. ફિલ્મની દરેક ફ્રેમ સાચી છે એટલી કે શરૂઆતના ક્રિકેટ રમતી વખતે નાના છોકરાને મારતા લોકોની વાત પણ સાચી છે એવું કહેતો કાશ્મીરી યુવાનનો વિડીયો વાઇરલ છે. કહેવું પડે.. આપણે લેફ્ટ ઇકો સિસ્ટમ દ્વારા અને આપણાં રાજકારણીઓ દ્વારા અત્યાર સુધી અજબ બ્રેઇનવોશ થયેલા છીએ! તમને કોઈ છેતરી ગયું એથી વધુ અસહજ લાગણી કોઈ નથી.
ફિલ્મના એકેક પાત્રમાં હકીકતના એકથી વધુ પાત્રો ભરેલા પડ્યાં છે; એવા લોકો જેમને જોઈને હવે ઉલટી થઈ આવે.. એવી માનસિકતા જેના પર ઘૃણા ઉપજે.. એક એક કરીને એ દરેક પાત્ર વિશે વાત મૂકવી છે.. બત્રીસ વર્ષ સુધી જે લોકોએ હકીકતને ચૂંથી, બળાત્કાર કર્યો, એને કાપી, બાળી અને પછી પીડીત બની બેસી ગયા એ લોકોને ઓળખવા તો જોઈએ ને! આજે વાત પલ્લવી જોશીના પાત્ર વિશે – પાત્રો વિશે
ફિલ્મમાં મિથુન ચક્રવર્તિનો એક ડાયલોગ છે.. તું બ્રેઈનવોશ થયેલો છે, મિસગાઈડેડ છે, કાયર છે.. કાયર સત્ય અને અસત્ય વચ્ચે ફરક નથી કરી શક્તા. ક્યારેય કોઈની છાતીમાં ગોળી ઘુસતા જોઈ છે? એ ફિલ્મોની જેમ બૂમો પાડતા નથી, એમનો શ્વાસ અટકી જાય છે. ક્યારેય કોઈને બળતા જોયા છે? એના શરીરમાંથી લાલ રક્ત નહીં, પસ નીકળે છે.. સફેદ પસ… ચારેય તરફ એક સન્નાટો અને આઝાદી.. આઝાદી.. એ સન્નાટામાં આઝાદીના નારા લગાડતા, એનો જશ્ન મનાવતા જલ્લાદ આવો ડર જોયો છે તેં? નથી જોયો.. અમે જોયો છે એટલે જ તને સત્ય અને અસત્ય વચ્ચેનો ફરક નથી ખબર, એટલે જ તને આઝાદીના નારા લગાડતા શરમ નથી આવતી, એટલે જ તો તારા જેવા ગદ્દારોને લીધે કાશ્મીરી પંડિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી.
- Advertisement -
આ બ્રેઈનવોશ કરનારા કોણ? જે.એન.યુ? એ.એમ.યુ? ફારુખ અબ્દુલ્લા? શેખ અબ્દુલ્લા? કોંગ્રેસ? લેફ્ટ? કોઈ યુનિવર્સિટી પ્રોફેસર કારણ વગર સ્ટેટની વિરોધમાં કંઈ બોલવા માંગે? કોલેજમાં અભ્યાસ કરનાર અચાનક દેશની ચિકન નેક તોડવા માંગે? કે કોલેજમાં અભ્યાસ કરનાર કાશ્મીરને આઝાદી અપાવવા દિલ્હીમાં નારા લગાવે? અફઝલ માટે સહાનુભૂતિ હોય એને?
આ છે એ ઇકો સિસ્ટમનો આત્મવિશ્વાસ, ફિલ્મમાં પલ્લવી જોશી એ ઇકોસિસ્ટમને પ્રસ્તુત કરે છે. તેમણે જે પાત્ર ભજવ્યું છે એ એક નહીં, અનેક લેફ્ટીસ્ટ ‘સેક્યુલર’ હિંદુદ્રોહીઓ છે.. પલ્લવી જોશી જે.એન.યુના પ્રોફેસર નિવેદિતા મેનન છે, બરખા દત્ત છે, અરુંધતિ રોય હોય કે ક્ધહૈયા કુમાર.. ફિલ્મમાં બતાવાયેલી દરેક વાત પર્ફેક્ટ છે! એટલી પર્ફેક્ટ કે અરુંધતિ રોય સાથેના યાસીન મલિકના ફોટોને પણ ફિલ્મમાં પૂરેપૂરા સત્ય સાથે દર્શાવાયો છે. સત્ય સાથેના આ હદના વળગણ માટે ગજબની હિંમત જોઈએ, કાળજું જોઈએ.. એક એક ફ્રેમ સત્ય છે એટલે જ કદાચ વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ લોકોએ ઉપાડી લીધી છે!
પલ્લવી જોશી ફિલ્મમાં ફૈઝ અહમદ ફૈઝનું જે ગીત ગાય છે એના શબ્દો પર ધ્યાન આપ્યું છે? પ્રચલિત વેબસાઈટ કવિતા કોશ પર એ આખી કવિતા છે, શબ્દાર્થ પણ છે..
ભારતની ચિકન નેક તોડીને પૂર્વોત્તર રાજ્યોને ભારતથી અલગ કરી દઈશું એવું કહેનાર શરજીલ ઇમામનો સાથીદાર ઉમર ખાલિદ જે બંને દિલ્હી દંગામાં પણ અરોપી છે, એ ખાલિદ ઉમર જે.એન.યુમાં આ ગીત ગાઈ રહ્યો છે એ અને ફિલ્મમાં જેને પલ્લવી જોશી ગાય છે એ ‘હમ દેખેંગે..’
પલ્લવી જોશી જે લેક્ચર ફિલ્મમાં એનએમયુમાં આપે છે એ ખરેખર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં નિવેદિતા મેનને આપ્યું હતું, એની એક નાનકડી ક્લિપ (કમેન્ટ 3) અને એ આખા લેક્ચરની યૂટ્યુબ લિંક (કમેન્ટ 4) તથા એના પર સુધીર ચૌધરી દ્વારા વિશેષ ડી.એન.એની યુટ્યુબ લિંક (કમેન્ટ 5)
કાશ્મીરી હિંદુઓ ઉચ્ચ જાતિ તરીકે માઇનોરિટી હોવા છતાં રાજાશાહી ભોગવતા હતા અને એટલે દબાયેલા લોકોએ હથિયાર ઉઠાવ્યા એમ કહી આ નરસંહારને જસ્ટિફાય કરતી બરખા દત્ત (કમેન્ટ 6) આ ફિલ્મના દરેક પાત્રની હકીકત શોધીને મૂકવી છે.. કારણ કે એ દરેક પાત્ર એકથી અનેક લોકોમાં હકીકતે જીવતું પાત્ર છે.
(સૌજન્ય : ફેસબૂક પેજ)