વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, રાજકોટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ચાલતી સંસ્કારમય પરંપરાને આ વર્ષે પણ યથાવત્ રાખી છે. જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત તા. 2 ઓગસ્ટ, શનિવાર, સમય: સાંજે 6.30 કલાકે, સ્થળ: ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તાવા પ્રસાદ રાખવામાં આવેલ છે. તેમ પરેશભાઈ રૂપારેલીયા એ જણાવતા કહ્યું કે આ પ્રસંગે ફ્લોટ્સ સુશોભન અને લતા સુશોભન મંડળોનો સન્માન અને તાવાની પ્રસાદી કાર્યક્રમ અને સાથે ઉપાધ્યક્ષના નામોની ઘોષણાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિનીના તમામ માર્ગદર્શન સભ્યો, અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ, ધર્મયાત્રા અધ્યક્ષ ગૌતમભાઇ ધમસાણીયાએ આજના કાર્યક્રમમાં ઉપાધ્યક્ષની નિમણુંકની ઘોષણા કરવા જણાવ્યુ હતું કે, જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મંત્રી પરેશભાઇ રૂપારેલિયાએ ઉપાધ્યક્ષના નામોની યાદીમાં પ્રફુલભાઇ નડિયાપરા (અમૃત બિલ્ડર્સ), અલ્પેશભાઇ પલાણ (કંચન બેવરેજીસ), કલ્પેશભાઇ પલાણ (ગેલેક્ષી હોટેલ), સુરેશભાઇ વસોયા (સહજ ટ્રેડ), ડો. હિરેનભાઇ વસાણી, કૌશિકભાઇ સરધારા, મહેશભાઇ ડોડીયા, મનોજભાઇ ડોડીયા, ઘંશ્યામભાઇ મકવાણા તથા અશ્વિનભાઈ ગોસાઇના નામ જણાવ્યા હતા.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

You Might Also Like
Follow US
Find US on Social Medias