આજે જૈનમ કામદાર નવરાત્રિ-2024ના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી તા. 3થી તા. 12 ઓકટોબર સળંગ સાતમા વર્ષે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવ- 2024ના મધ્યસ્થ કાર્યાલયનું જીતુભાઈ બ્ોનાણીનાં હસ્તે આજરોજ સાંજે 6-30 કલાકે કેમ્પેઈન કોર્પોરટ હાઉસ, 27/38 ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલ પાછળ, રાજકોટ ખાતે થનાર છે.
- Advertisement -
આ વર્ષે સળંગ સાતમા વર્ષે ઉત્તમથી સર્વોત્તમ તરફ થવા જઈ રહેલું આ આયોજન પરંપરાગત એક જ સ્થળ ચંદ્રકાંતભાઈ શેઠનાં શહેરની મધ્યમાં લોકેશનમાં આવેલા પારિજાત પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે તા. 3થી તા. 12 ઓકટોબર સુધી થવા જઈ રહ્યું છે. નવલા નોરતાનાં નવેય દિવસ ખેલૈયાઓ મા જગદંબાની ભકિત સાથે રાસોત્સવનો આનંદ માણશે. દશેરાના દિવસે ફાઈનલ રાસોત્સવ રમાડી જૈનો સમગ્ર નવરાત્રિ રંગેચંગે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવને લગતી તમામ કામગીરી, ખેલૈયાઓને પાસ તથા સંપર્ક માટે ખૂબ જ જરૂરી એવા નવરાત્રિ મહોત્સવનાં મધ્યસ્થ કાર્યાલયનો આજે સાંજે 6-30 કલાકે જીતુભાઈ બ્ોનાણીનાં હસ્તે થવા જઈ રહ્યો છે. આ તકે કુમારીકા દ્વારા ઉદ્ઘાટકનું કુમકુમ તિલકથી સ્વાગત કરી તેમના હસ્તે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે. આ તકે ઉદ્ઘાટક જીતુભાઈ બ્ોનાણીની વિશેષ ઉપસ્થિતિમાં જૈનમ કોર કમિટીનાં સભ્યો જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, જયેશભાઈ વસા, જયેશભાઈ મહેતા, નિલેશભાઈ કામદાર, મેહુલભાઈ દામાણી, અમીશભાઈ દેસાઈ, સેજલભાઈ કોઠારી, ચિરાગભાઈ દોશી, વિભાશભાઈ શેઠ, નિલેશભાઈ ભાલાણી, અમીતભાઈ દોશી, નિલેશભાઈ શાહ, નિપુણભાઈ દોશી, પારસભાઈ ખારા, રૂષભભાઈ શેઠ, ઉપેનભાઈ મોદી, વૈભવભાઈ સંઘવી, વિરભાઈ ખારાની આગેવાનીમાં જૈનમ પરિવારનાં તમામ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
જૈનમના આ મધ્યસ્થ કાર્યાલયમાં નવરાત્રિ મહોત્સવની તમામ કામગીરીને ઓપ આપવા માટે કાર્યાલય કમિટીનાં ચિરાગભાઈ દોશી, ભરતભાઈ કાગદી, હિતેશભાઈ શાહ, કૌશીકભાઈ કોઠારી, ભાવિનભાઈ ઉદાણી, બ્રિજેશભાઈ મહેતા, નિશાંતભાઈ વોરા, શૈલેનભાઈ શાહ, વંદીતભાઈ દામાણી, ભવ્યભાઈ વોરા, પારસભાઈ શેઠ વિગેરે પોતાની સેવા પ્રદાન કરશે.