ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ
મહોત્સવમાં વીરપ્રભુનું પારણું, વેશભુષા સ્પર્ધા, ચાંદીના રથમાં બિરાજમાન પ્રભુ મહાવીર સહિતના આકર્ષણનો સમાવેશ
- Advertisement -
હજારો જૈન-જૈનેતરો એક સાથે લેશે ગૌતમ પ્રસાદનો અદ્ભુત લ્હાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનમ્ દ્વારા માત્ર જૈનો જ નહીં પણ સમાજના તમામ વર્ગોને સાથે રાખીને ભવ્યાતિભવ્ય રીતે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરાને સતત 10માં વર્ષે પણ જાળવી રાખતા સમસ્ત જૈન સમાજ દ્વારા આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવાનું અદકેરુ આયોજન હાથ ધરાયેલું છે. સમાજની અઢારેય આલમ અને સમસ્ત જૈન-જૈનેતર સમાજ જેમાં જોડાઈ શકે તેવા અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જીને આ વર્ષે જન્મ કલ્યાણકની અતિ ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે.
- Advertisement -
સમસ્ત સમાજનો પ્રસંગ બની રહે તે માટે સમાજના તમામ ધર્મ, સંપ્રદાયના લોકોને જોડતાં છેલ્લા ત્રણ વર્ષથી આયોજિત ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું તથા ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવેલું હતું. જેમાં વિરાણી બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકો સહિત 250થી વધુ જૈન-જૈનેતર સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વખતે વિશેષરૂપે આ બંને સ્પર્ધામાં બનેલી રંગોળી અને ચિત્રોને વધુને વધુ લોકો નિહાળી શકે અને કલાકારોએ બનાવેલી પ્રતિકૃતિઓનો લાભ જાહેર જનતા લઈ શકેતે માટે રંગોળી અને ચિત્રોને જાહેર પ્રદર્શનીના સ્વરૂપમાં આગામી કલાકારોએ બનાવેલી રંગોળી અને ચિત્રો સાંજે 5થી રાત્રે 10 સુધી તા. 5 શનિવારથી તા. 9 બુધવાર સુધી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્સ પાસે, રાજકોટ ખાતે નિહાળી શકાશે તેમજ પ્રભુજીનું પારણું આ વર્ષે પણ આયોજિત થનાર છે. તા. 9 ને બુધવારના રોજ સાંજે 5-00 કલાકે ફેડરેલ બેન્ક, રાજેશ્રી સિનેમા સામે, ભૂપેન્દ્ર રોડ ખાતે આ વિશિષ્ઠ આકર્ષક એવા પ્રભુજીનું પારણું આકર્ષણને ઉમાબેન પ્રદીપભાઈ વોરા, મયુરભાઈ શાહ, કોમલબેન નિરવભાઈ વોરા, નિમિષાબેન નિશાંતભાઈ વોરાના હસ્તે શુભારંભ કરી લોકો માટે દર્શનાર્થે ખુલ્લુ મૂકવામાં આવશે. ભગવાનને લાડ લડાવતા હોય તેવા ઉત્કૃષ્ઠ ભાવ સાથે ભગવાનનું પારણું ઝૂલાવીને હજારોની સંખ્યામાં માત્ર જૈનો જ નહીં પણ સમાજનો તમામ વર્ગ ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ ભૂપેન્દ્ર રોડ ખાતે વીર પ્રભનું પારણું નામક આકર્ષણ યોજાવા જઈ રહ્યું છે. જેનો લાભ તા. 9 ને બુધવારના રોજ સાંજે 5થી 9 સુધી તથા તા. 10 ને ગુરુવારના રોજ સવારે 7થી 1-30 સુધી લઈ શકાશે. આ અનેરા અવસરનો બહુમૂલ્ય લાભ લેવા પ્રભુજીના પારણું કમિટીના નિલેશ દેસાઈ, ધૈર્ય પારેખ, શૈલેન શાહ, આકાશ ભલાણી, સાગર હપાણી તથા સમગ્ર ટીમ જૈનમએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
તા. 10 એપ્રિલના રોજ જૈનમના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે બાળકો માટે આકર્ષણ કેન્દ્ર અને બાળકોની પ્રિય એવી વેશભુષા સ્પર્ધા તા. 10 ને ગુરુવારના રોજ સવારે 8-00થી 9 કલાકે ઈમ્પિરિયા બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે યોજાવા જઈ રહી છે. આ વેશભુષા સ્પર્ધાનું તા. 10 ને ગુરુવારના રોજ સવારે 8-00 કલાકે દાનવીર દાદા જયશ્રીબેન વીરેન્દ્રભાઈ ખારા, પ્રફુલાબેન ગીરીશભાઈ ખારા, રશ્મીબેન જીતેન્દ્રભાઈ ખારા, જાગૃતિબેન સુનીલભાઈ ખારા, ઝરણાબેન વિભાશભાઈ શેઠ, પ્રિતીબેન જયેશભાઈ વસાના હસ્તે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વેશભુષા સ્પર્ધાને નિહાળવા માટે કમિટીના સભ્યો અમિષભાઈ દેસાઈ- તપસ્વી સ્કૂલ, રૂષભભાઈ શેઠ, નિપુણભાઈ દોશીએ તમામ લોકોને અનુરોધ કરેલો છે.
છેલ્લા નવ વર્ષથી જૈનમ્ના સથવારે રાજકોટનો જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ આગામી તા. 10ના રોજ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટની અઢારેય આલમ કે જેમાં વિવિધ જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના લોકો સંકળાયેલા છે તથા અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો તથા યુવા દંપતી સભ્યો આ વર્ષે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ધર્મયાત્રા દરમિયાન ઠેર ઠેર ભગવાનના અક્ષતથી વધામણાં કરશે.
ધર્મયાત્રામાં 27 આકર્ષક ફ્લોટ, 108 સુશોભીત કાર, 251 સ્કૂટર-બાઈક, રાસ મંડળી, વિન્ટેજ કાર, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, મ્યુઝિકલ બેન્ડ વિગેરેનો સમાવેશ
રાજકોટમાં આવેલ અનેકવિધ મૂર્તિપૂજક જૈન સંઘો જેમ કે રાજકોટ તપગચ્છ જૈન સંઘ (માંડવી ચોક), ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય (મણિયાર દેરાસર), જાગનાથ પ્લોટ જિનાલય, યુનિ. રોડ દેરાસર, પ્રહલાદ પ્લોટ દેરાસર, જાગનાથ મૂર્તિપૂજક જૈન સંઘ, ગાંધીગ્રામ દેરાસર, આનંદનગર દેરાસર, આજી ડેમ જિનાલય, રૈયા હીલ દેરાસર, કાલાવડ રોડ જૈન સંઘ (પારસધામ), વર્ધમાનનગર દેરાસર, વિમલનાથ દેરાસર, પંચવટી મૂર્તિપૂજક જૈન સંઘ, શાંતિનાથ શ્ર્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, વાસુપૂજ્ય જિનાલય, શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, સિદ્ધચક્ર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ, નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, રણછોડનગર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી પટણી દેરાસર, આનંદનગર મૂર્તિપૂજક જૈન સંઘ, બાવન જિનાલય, જીરાવાલા પાર્શ્ર્વનાથ દેરાસર, રૈયા રોડ મૂર્તિપૂજક જૈન સંઘ વિગેરેના પ્રમુખો, હોદ્દેદારો, શ્રાવક-શ્રાવિકાઓ, યુવા કાર્યકરો, પાઠશાળાના બાળકો, પ્રતિક્રમણ મંડળ, મહિલા મંડળ, પૂજા-સ્નાત્ર મંડળો ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ રાજકોટ આયોજિત વિર પ્રભુના અવતરણ દિવસે જૈનમ પ્રાયોજિત તથા સમસ્ત જૈન સમાજ રાજકોટ આયોજિત ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે સકળ સંઘ સહિત ધર્મભીના વાતાવરણમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવવાનો છે.
જૈન ધર્મમાં નવકાર મંત્રનો અનેરો મહિમા રહેલો છે, જે અંતર્ગત નવકાર મંત્રના નવ પદો અનુસાર સમગ્ર ધર્મયાત્રાના રૂટ ઉપર થોડા થોડા અંતરે નવ સ્ટેજ બનાવવામાં આવશે. દરેક પદના સ્ટેજ ઉપર 12 બાળકો હાજર રહેશે. ધર્મયાત્રામાં પ્રભુજીનો રથ જ્યારે આ પદના સ્ટેજમા પહોંચશે ત્યારે ત્યાં ઉપસ્થિત 12 બાળકો ભગવાનના અક્ષતથી વધામણાં કરશે અને શાંતિની પ્રતીક સમા સફેદ ફુગ્ગાઓ હવામાં લહેરાવશે. આ નવ પદમાં અનેક પરિવારની અનુમોદનાથી આ વિશિષ્ટ આયોજન થવા જઈ રહ્યું છે જે પૈકી નમો અરિહંતાણ પદની અનુમોદના શાહ પરિવાર, નમો સિદ્ધાણં પદની અનુમોદના ખુશ્બુબેન નૈમીશભાઈ મહેતા, નમો આયરીયાણં પદની અનુમોદના રોટરી કલબ ઓફ રાજકોટ, નમો ઉવ્વઝાયાણં પદની અનુમોદના જેએસજી સૌરાષ્ટ્ર રીજીયન, નમો લોએસવ્વસાહુણંની અનુમોદના મહેન્દ્રભાઈ મનસુખલાલ દોશી હ. એડવોકેટ નિપુણભાઈ દોશી, એસો પંચ નમુક્કારોની અનુમોદના રમણીકલાલ મણીલાલ શાહ (એડનવાળા), સવ્વ પાવ પણાસણોની અનુમોદન અલ્કેશભાઈ ગોસલીયા પરિવાર, મંગલાં રસવ્વેસીની અનુમોદના બેલબેન તથા ફેનીલભાઈ મહેતા, પઢમં હવઈ મંગલમની અનુમોદના ડો. પારસભાઈ ડી. શાહ, હાર્મની હોસ્પિટલ, અશ્ર્વિનભાઈ શાહ, તપસ્વી સ્કૂલના અમીષભાઈ દેસાઈ અને નિલેશભાઈ દેસાઈ, અતુલભાઈ મહેતા વગેરેએ સવિશેષ લાભ લીધો છે અને ત્યાં દરેક સ્ટેજ ઉપર 12-12 બાળકો એમ મળીને કુલ 108 બાળકો ધર્મયાત્રાનું સ્વાગત- અભિવાદન કરશે. આ તમામ બાળકોને ધારાબેન જીતેન્દ્રભાઈ બેનાણી તરફથી અતિસુંદર ભેટ આપવામાં આવશે.
ભગવાન મહાવીર સ્વામી ચાંદીના રથમાં બિરાજમાન થઈને જન્મ કલ્યાણક નિમિત્તે આયોજિત ધર્મયાત્રામાં નગરચર્યા ઉપર વિહાર કરશે. આ ચાંદીના રથમાં બિરાજમાન પ્રભુની ચામર સેવા પૂજાબેન યશભાઈ દોશી તથા હસ્તી જીતુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવશે. યુવાનો સમગ્ર ધર્મયાત્રા દરમિયાન 45 ડીગ્રી જેવા અસહ્ય તડકામાં ખુલ્લા પગે પુજાના કપડા પહેરી ભગવાનનો રથ ખેંચવાનો ભગીરથ કાર્ય કરશે.
આ વિશાળ ધર્મયાત્રામાં 27થી વધુ સુશોભીત ફ્લોટ જોડાવાના છે. વિવિધ સંઘ, દેરાસર, યુવક મંડળ, મહિલા મંડળના અથાગ પ્રયત્નથી જોવાલાયક, દર્શનીય અને સંદશો પાઠવતા આ ફ્લોટને નિહાળવો એ અનેરો લ્હાવો છે. આ સંસ્થાને નાણાકીય બોજ ન પડે તે માટે જૈનમ દ્વારા સબસીડી આપવામાં આવે છે જેમાં હીતેશભાઈ મહેતા પરિવાર સહિતના દાતાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. દરેક ફ્લોટ એકથી એક ચડિયાતા બને અને તેમની વચ્ચે હકારાત્મક હરિફાઈ થાય તે માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. આ ફ્લોટને અવનવા ડેકોરેશન થયા પછી જૈનમના તબીબ સભ્યો નિર્ણાયક તરીકે સેવા આપી ફ્લોટસને મૂલ્યાંકન કરી વિજેતા ઘોષિત કરશે. પરમ પૂજ્ય સાધુ -સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રા, જૈન સંઘ, સાથી સંસ્થાના આગેવાનો, અનેક સામાજિક, રાજકીય, સેવાકીય સંસ્થાના અગ્રણીઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓની બહોળી હાજરી વચ્ચે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે અતિ ભવ્ય ધર્મયાત્રાનો પ્રારંભ સવારે 7-00 કલાકે ચૌધરી હાઈસ્કુલ સામે આવેલા શ્રી મણીયાર દેરાસરજી ખાતેથી થવાનો છે. ત્યાંથી પ્રારંભ થઈને આ ધર્મયાા દર વર્ષે યોજાતા રૂટ ઉપર ફરીને વિરાણી પૌષધશાળા જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થશે. આ વિશાળ ધર્મયાત્રામાં શાસન ધ્વજ રહેશે ત્યારબાદ વિન્ટેજ કારમાં દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ જોડાશે. 108 જેટલી સુશોભીત કાર ફ્લોટની વચ્ચે જોડાવાની છે. 251 જેટલા બાઈક અને સ્કૂટરમાં યુવક-યુવતીઓ અને બેડાધારી બહેનો અને કળશધારી બહેનો બાંધણીમાં સજજ વસ્ત્રો પહેરીને આ ધર્મયાત્રામાં જોડાવવાના છે. આ સમગ્ર આયોજનમાં વિશેષ અનુમોદના હિતેશભાઈ દોશી, જીતુભાઈ બેનાણી, જૈન તપગચ્છ સંઘ, એક ગુરુભકત, હિતેશભાઈ મહેતા પરિવાર, પ્રભુ કોઠારી, મેહુલ દામાણી, નિલેશ ભાલાણી, રાજેન દોશી દ્વારા પ્રાપ્ત થયેલ છે. આ તકે સાધુ-સાધ્વીજી ભગવંતો, જૈન અગ્રણીઓ, સંઘ-દેરાસરના પ્રતિનિધિઓ, તથા જૈનમ પરિવાર દ્વારા રાજકોટના તમામ જૈન પરિવારોએ અડધો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવમાં સહભાગી બનવા અપીલ કરી છે.