જાહેરમાં માફી માંગવામાં નહીં આવે તો 18 માર્ચના રોજ કાર્યક્રમમાં હોબાળો થશે: ભાવેશભાઈ દવે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
વીરપુર ખાતે જલારામ બાપા વિશે નિવેદન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિવાદ મંદ થાળે પડ્યો છે ત્યાં વધુ એક નવો વિવાદ ધ્રાંગધ્રા ખાતે જાગ્યો હતો જેમાં ધ્રાંગધ્રા શહેરના નરશીપરા મંદિર ખાતે આવેલા વજેન્દ્ર વિહાર મંદિર દ્વારા આગામી 17 માર્ચના રોજ યોજાનાર ધાર્મિક કથા કાર્યક્રમની છપાયેલી પત્રિકામાં ઇતિહાસ વગરના પૌરાણિક ધાર્મિક મંદિરોને નીચા દર્શાવવા માટેનું લખાણ ખૂબ જ વાયરલ થયું હતું જે અંગે અગાઉ જોગેશ ઘેલાણી દ્વારા આ આખાય મુદ્દાને લઈને સ્વામીની ટીકા કરતા રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી જાહેરમાં માફી માનવાની માંગ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જે બાદ 8 માર્ચના રોજ અચાનક વિરોધ કરનારા જોગેશ ઘેલાણી મંદિર ખાતે જીવા મળ્યા હતા. જે બાદ આ આખુંય સુકાન બ્રમ્હ સમાજના આગેવાન ભાવેશ દવે દ્વારા સંભાળ્યું હતું અને તેઓ દ્વારા સ્વામીને ફરજિયાત લોકો વચ્ચે જઈ માફી માંગવાની માંગ કરી હતી આ સાથે ભાવેશભાઈ દવે દ્વારા વજેન્દ્ર વિહાર મંદિરના વિવેકસાગર સ્વામીનો ટેલીફોનીક સંપર્ક કરી ઉધડો પણ લીધો હતો જે અંગેની ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે જ્યારે ભાવેશભાઈ દવે દ્વારા જણાવાયું હતું કે “પૌરાણિક મંદિરોના ઇતિહાસને બદલી ઘરનું જોડવા બદલ સ્વામીને જાહેરમાં માફી માંગવી જોઈએ અને તેઓ આમ નહીં કરે તો આગામી 18 માર્ચના રોજ વહેન્દ્ર વિહાર મંદિર ખાતે ચાલુ કથા દરમિયાન પોતે ત્યાં જઈને માફીની માંગ સાથે હોબાળો મચાવશે” આમ હવે વીરપુરનો એક વિવાદ પૂર્ણ થતા ધ્રાંગધ્રા ખાતે વધુ એક પત્રિકા વિવાદ જાગ્યો છે.