2014માં આ કંપની પર સેબીએ રોક લગાવી, 2016માં સુપ્રીમ કોર્ટે મિલકત વેંચી નાણા પરત આપવાનો
આપ્યો હતો આદેશ
કોર્ટના આદેશ પ્રમાણે નાણા પરત કરવાનું કામ ચાલુ, કોર્ટનો પણ સમયસર નાણા મળે તેવા પ્રયાસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં અનેક લોકોએ ઙઅઈક ઇન્ડિયા લીમીટેડ નામની કંપનીમાં રોકાણ કર્યું હોય જે રોકાણકારોના ફસાયેલા નાણા સમયસર અપાવવાની માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
ઙઅઈક કંપનીના પીડિત સંગઠનના રોકાણકારોએ જણાવ્યું હતું કે, ઙઅઈક ઇન્ડિયા લીમીટેડ કંપનીમાં એજન્ટ તરીકે ઘણા સમયથી કામ કરતા હતા જે કંપની વર્ષ 1983 માં ડીપાર્ટમેન્ટ ઓફ કંપની અફેરમાં રજિસ્ટર થયેલ હતી જેમાં નાની બચતનું કામ હોય જેથી રોકાણ કરતા ગ્રાહકોને નક્કી કરેલ સમય મર્યાદામાં વ્યાજ સાથે રકમ પરત આપવામાં આવી હતી પરંતુ વર્ષ 2014 માં સેબી દ્વારા કંપની પર રોક લગાવી દેવામાં આવી હતી. જેનો કેસ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ચાલતા વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપ્યો હતો જેમાં કંપનીની મિલકત વેંચી નાણા જમા થાય તે ગ્રાહકને પરત કરવામાં આવે તેવો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિવૃત જજ આર. એમ. લોઢાની નિમણુક કરી હતી અને તેમની કમિટી દ્વારા કંપનીની મિલકતની હરાજી અને વેચાણ કાર્યવાહી કરવામાં આવે છે જેના પરિણામે 1 થી 10,000 સુધીની રકમ જે ગ્રાહકોના કાગળો અને સર્ટીફીકેટની યોગ્ય ખરાઈ થઇ તેવા ગ્રાહકોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે તાજેતરમાં 10,000 થી 15,000 સુધીની રકમ પરત કરવા માટે અસલ પ્રમાણપત્રો મંગાવવામાં આવ્યા છે અને કોર્ટના આદેશ પ્રમાણે નાણા પરત કરવાનું કામ ચાલુ છે અને કોર્ટ પણ સમયસર નાણા મળે તેવા પ્રયાસ કરે છે છતાં ગ્રાહકોના નાણા મળવામાં વિલંબ થઇ રહ્યો છે જેથી અનેક ગ્રાહકો ધીરજ ગુમાવી ચુક્યા છે અને એજન્ટોને ધમકી આપવા તેમજ મારામારી કરવા લાગ્યા છે જેથી નાણા જલ્દી મળે તે માટે એજન્ટ મિત્રોએ માંગ કરી છે.