પાલીતાણાના શંખેશ્વર પૂરમ તીર્થ ખાતે 3 મુમુક્ષની દીક્ષા યોજાઈ હતી. આચાર્ય લબ્ધિચન્દ્રસાગર સૂરીશ્ર્વરજી મહારાજ તેમજ સાધુ સાધ્વી ભગવંતો નિશ્રામાં ત્રણ દીક્ષાર્થીની દીક્ષા સંપન્ન થઈ હતી. આચાર્ય લબ્ધિચન્દ્રસાગર સૂરીશ્ર્વરજી નિશ્રામાં જૈન વિધિકાર અને જૈન સાધુ સાધ્વીજીઓની ન્યાય દર્શન સહિત જૈન શાસ્ત્રોના પંડિત ધનંજયભાઈ (જૈન પ્રેમકેતુ) તેમને પાલીતાણા પાસે આવેલા હતા. વિજ્ઞાન તીર્થ શંખેશ્વર પુરમમાં તીર્થ પ્રેરક આગમ પરિચય વાચનાદાતા આચાર્ય લબ્ધિચંદ્રસાગર સૂરીશ્ર્વરજી મહારાજ નિશ્રામાં જૈન દીક્ષા સ્વીકારી તેનું નામકરણ થયું હતું. મુની ધ્રુવેશચંદ્રસાગરજી મહારાજ મુમુક્ષુ રિતિકાબેન તથા મુમુક્ષુ રીકલબેન દીક્ષા લઇ સંયમ જીવન સ્વીકાર્યું તેમના પણ નામકરણ વિદેહી યશા શ્રીજી મહારાજ અને યુગાદિ યશા શ્રીજી મહારાજ થયુ હતું. દીક્ષા પ્રસંગે મોટી સંખ્યામાં ભારતભરમાંથી શ્રાવક શ્રવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરના પાલીતાણાથી નજીક આવેલા શંખેશ્ર્વરપૂરમમાં 3 મુમુક્ષની દીક્ષા યોજાઈ

Follow US
Find US on Social Medias


