આ ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા અને સ્પર્શ શ્રીવાસ્તવે મુખ્ય ભૂમિકા ભજવી હતી
કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ લાપતા લેડીઝ આજે જાપાનમાં રિલીઝ થઈ છે. મોટાં પડદા પર અપાર પ્રેમ મેળવનાર આ ફિલ્મને ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.
- Advertisement -
ભારતમાં તેની સફળતા પછી, ફિલ્મ જાપાનમાં પણ લોકોના દિલ જીતવા માટે તૈયાર છે. ઓસ્કાર એન્ટ્રી બાદ આ ફિલ્મ માટે આ વધુ એક સિદ્ધિ છે. આ ફિલ્મે મેલબોર્ન 2024 ના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પણ જીત્યો હતો.
ગ્રામીણ ભારત પર બનેલી આ ફિલ્મ બે દુલ્હનોની વાર્તા પર આધારિત છે જેઓ ટ્રેનની મુસાફરી દરમિયાન અલગ થઈ જાય છે, પછી ફિલ્મના ટાઈટલની જેમ લેડીઝ લાપતા થતાં તેની શોધખોળ અને ખોવાયેલી મહિલાઓ કેવી રીતે પાછી મળે છે તેની કહાની ફિલ્મ દર્શાવવામાં આવી છે. જીયો સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, લાપતા લેડીઝનું નિર્દેશન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું છે અને આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન પ્રોડકશન્સ અને ક્ધિડલિંગ પ્રોડકશન્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.
જેમાં બિપ્લબ ગોસ્વામીની એવોર્ડ વિજેતા વાર્તા પર આધારિત સ્ક્રીનપ્લે છે. પટકથા અને સંવાદો સ્નેહા દેસાઈએ લખ્યાં છે, જ્યારે વધારાનાં સંવાદો દિવ્યાનિદી શર્માએ લખ્યાં છે.