ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ડિયન એર ફોર્સ 114 ફાઇટર જેટ ખરીદવાની યોજના બનાવી રહી છે જેમાંથી 96 ભારતમાં જ બનાવવામાં આવશે. જ્યારે બાકીના 18 પ્રોજેક્ટ માટે પસંદગી પામેલા વિદેશી વિક્રેતા પાસેથી આયાત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત યોજના હેઠળ નિર્માણ યોજના બનાવવામાં આવી રહી છે. ઇન્ડિયન એરફોર્સની બાય ગ્લોબલ એન્ડ મેડ ઇન ઇન્ડિયા યોજના હેઠળ 114 મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની યોજના છે.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમા જ ભારતીય એરફોર્સે વિદેશી વિક્રેતાઓની સાથે બેઠક યોજી હતી અને તેમની સાથે ંમેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને અંતિમ સ્વરૃપ આપવા અંગે મંત્રણા થઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે યોજના મુજબ શરૃઆતમાં 18 વિમાનોની આયાત પછી આગામી 36 વિમાનોનું નિર્માણ દેશની અંદર કરવામાં આવશે જ્યારે ચુકવણી આંશિક રીતે વિદેશી મુદ્રા અને ભારતીય મુદ્રામાં કરવામાં આવશે.