પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તીઓના 25 ચર્ચ પર હુમલા થયા’તા
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ફૈસલાબાદમાં 25 ચર્ચને આગ લગાવી દેવામાં આવી હતી અને ખ્રિસ્તી ધર્મી લોકોના કેટલાય ઘરોને આગ હવાલે કરી દેવાયા હતા. લોકોએ વહેલી સવારે જીવ બચાવીને ભાગવું પડયું હતું. પરવીન બીબી નામની એક મહિલાએ કહ્યું કે વહેલી સવારે પાંચ વાગ્યે મસ્જિદના લાઉડ સ્પીકરોમાંથી ખ્રિસ્તી ધર્મના લોકો પર અને ચર્ચ પર હુમલા કરવા લોકોને ઉશ્ર્કેરવામાં આવ્યા હતા. એ પછી ગણતરીની મિનિટોમાં લોકોના ધાડા આવી ગયા હતા અને ચર્ચમાં તેમ જ ખ્રિસ્તીઓના ઘરોમાં આગ લગાવી દીધી હતી. આખી સોસાયટીમાંથી લોકો પહેરેલે કપડે જીવ બચાવીને ભાગ્યા હતા અને જ્યાં આશરો મળે ત્યાં રહેવા મજૂબર બન્યા હતા.
- Advertisement -
ખ્રિસ્તી ધર્મના લોકો પર ઈશનિંદાના આરોપમાં આ હુમલા થયા હતા. સ્વીડનમાં કુરાનને આગ લગાવવાની ઘટના પછી લોકોએ આક્રોશમાં ખ્રિસ્તીઓને નિશાન બનાવ્યા હતા અને એ વિસ્તારના નાના-મોટા 25 ચર્ચને આગ હવાલે કર્યા હતા.