ટ્વિટરમાં મેસેજ કર્યો ઓફિસમાં ભ્રષ્ટાચાર થાય છે, કામના પૈસા લેવાય છે
કચેરીમાં પબ્લિકનો ડેટા સેફ નથી : સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આરટીઓ અધિકારીને બદનામ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે શહેરના રેસકોર્સ સામે સરકારી ક્વાટરમાં રહેતા ઇન્ચાર્જ આરટીઓ ઓફ્સિર કેતનકુમાર મથુરભાઈ ખપેડ ઉ.34એ મોરબી રોડ સેટેલાઈટ ચોકમાં પાવન પાર્કમાં રહેતા સંજયભાઈ શાંતિલાલ ધૂળકોટીયા સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 1 જુનના રોજ હું કચેરીએ હતો ત્યારે અમારી ઓફ્સિનું ટ્વિટર એકાઉન્ટ ચેક કરતા બીપીન જોષી નામની આઈડી પરથી મારા નામનો ઉલ્લેખ કરી અમારી આરટીઓ ઓફીસ ખાતે તમામ સરકારી કામ માટે અલગ અલગ રૂપિયા લેવામાં આવતા હોય છે તથા ઓફ્સિમાં ભ્રષ્ટાચાર થાય છે તેવું ટ્વીટ કરેલું હતું તેમજ ચિરાગ પરમારની આઈડીમાંથી આરટીઓ ઓફીસ રાજકોટ ખાતે કામ માટે પૈસા લેવામાં આવે છે, કચેરીમાં પબ્લીકનો ડેટા સેફ નથી તથા આરટીઓ અધિકારી કે એમ ખાપડ ગરીબોના મોતનો સૌદાગર છે તેમજ અલગ અલગ કામ માટે રૂપિયા ભ્રષ્ટાચાર દ્વારા લેવામાં આવે છે તેવું ટ્વીટ કરેલું હોય આ ટ્વીટમાં કોઈ તથ્ય ન હોયઓનલાઈન અરજી કરી હતી જેની તપાસ કરતા આ બંને આઈડી મોરબી રોડ ઉપર રહેતા સંજયના મોબાઈલમાંથી ઓપરેટ થતા હોવાનું જાણવા મળતા હેડ કોન્સ્ટેબલ દીપક પંડિતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઇ છે.