દર વર્ષે ૧૨ ઓગસ્ટ એસ.આર રંગનાથનના જન્મદિવસ નિમિત્તે પુસ્તકાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેમનો જન્મ ૧૮૯૨ માં થયો હતો. ૧૯૪૫ _૪૭ દરમિયાન તેઓ બનારસ વર્તમાન વારાણસી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં પુસ્તકાલયના અધ્યક્ષ અને પુસ્તકાલય વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. પુસ્તકો આપણી વિચાર શક્તિ કેળવે છે. પુસ્તકો આપણી સમક્ષ જ્ઞાનનો અનમોલ ખજાનો ખુલ્લો મૂકે છે. ડો. આંબેડકર જણાવે છે કે મુસાફરીમાં પુસ્તકો મિત્રોની ગરજ સારે છે. ડો પંકજકુમાર મુછડીયા જણાવે છે કે પુસ્તકો એવા મિત્રો છે જે વિદ્યાર્થીને શૈક્ષણિક કારકિર્દીમાં જ્વલંત સફળતા અપાવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સારી એવી નોકરી મેળવવા માટે યોગ્ય પુસ્તકોનું વાંચન કરવું જોઈએ આ બધા પુસ્તકો આપણને પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થાય છે.
વિદ્યાર્થીએ પુસ્તકાલયમાં પોતાનું સભ્યપદ મેળવવું જોઈએ. પુસ્તકાલય એટલે અનેક પુસ્તકોનો સંગ્રહ. પુસ્તકાલય એટલે જ્ઞાનનો અખૂટ ભંડાર જ્યાં કોઈપણ વ્યક્તિ આવીને જ્ઞાનરૂપી ઝરણાથી પોતાની તરસ છીપાવી શકે છે. વાંચન ઉપરાંત જરૂરી જ્ઞાન મેળવવા સંશોધન કરવા માટે રસ ધરાવતા લોકો સાથે જ્ઞાનની આપ-લે કરવા તથા સમાજમાં વિવિધ સમુદાયોને નજીક લાવવા માટે પુસ્તકાલય એક ઉત્તમ માધ્યમ બને છે. પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને તેમના પાઠ્યપુસ્તકોના અભ્યાસ સિવાય શૈક્ષણિક કારકિર્દીને લગતી માર્ગદર્શિકાઓ તથા પોતાના રસ મુજબના બીજા અન્ય ક્ષેત્રોના પુસ્તકો પણ સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. પુસ્તકાલય અનેક શિક્ષકોની ગરજ સારે છે. ડો પંકજકુમાર મુછડીયા જણાવે છે કે શિક્ષણની સફળતાના કેન્દ્રમાં શિક્ષક જ છે.
- Advertisement -