ઉંમર: 5 વર્ષ, ઊંચાઈ: 51 ઇંચ, વજન: 200 કિલો…
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠીત કરવામાં આવનાર છે, તે મૂર્તિને કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. કૃષ્ણશિલા પર બનેલી આ મૂર્તિનું વજન 150થી 200 કિલો છે. આ બધા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે તેઓ ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા સાથે સંબંધિત તેમની લાગણીઓનો વિડીયો બનાવે. ટ્રસ્ટે લોકોને તે વિડીયોને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર જવશિછફળઇંજ્ઞળયભજ્ઞળશક્ષલ હેશટેગ સાથે શેર કરવા પણ જણાવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલા પર બનાવવામાં આવેલી મૂર્તિને ભગવાન શ્રી રામલલા સરકારના શ્રી વિગ્રહ રૂપે પ્રતિષ્ઠિત કરવા માટે ચયન કરવામાં આવ્યું છે. મૈસૂર (કર્ણાટક)ના શિલ્પકાર અરુણ યોગીરાજે પાંચ વર્ષના રામ લલ્લાની 51 ઇંચ ઊંચી શ્યામલ (શ્યામવર્ણી) પ્રતિમા બનાવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના 11 ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે તેની પસંદગી કરવામાં આવી છે. જો કે હજુ સુધી રામલલાની આ તસવીર સામે આવી નથી. આશા છે કે, 22 જાન્યુઆરી 2023ના રોજ જ આખી દુનિયા રામલલાને જોઈ શકશે. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રતિષ્ઠીત કરવામાં આવનાર રામલલાની મૂર્તિ ખાસ છે. આ મૂર્તિમાં ભગવાન 5 વર્ષના બાળ સ્વરૂપમાં છે. આ મૂર્તિની ઊંચાઈ 51 ઇંચ છે. ભગવાન શ્રીરામની આ મૂર્તિનું વજન 200 કિલો છે. યોગીરાજે બનાવેલી આ મૂર્તિનો રંગ શ્યામવર્ણનો છે. મૂર્તિને બનાવવામાં અરુણ યોગીરાજને 9 મહિનાનો સમય લાગ્યો હતો.