મણિનગર પોલીસની SHE ટીમની માનવતા મહેકી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.28
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી .પી.ઉનડકટ, પીએસઆઈ એસ.આઇ.પટેલ, પો.કો. અર્જુનસિંહ શી ટીમના મહિલા પો.કો. કોમલબેન, નીરૂબેન, હેમલતાબેન, સહિતના સ્ટાફ દ્વારા આગામી સમયમાં આવનાર દિવાળીનાં તહેવાર નિમિતે મણિનગર વિસ્તારમાં જુદી જુદી સોસાયટીમાં રહેતા અને એકલવાયું જીવન ગુજારતા સિનિયર સિટીઝનને મળી, મણિનગર પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા તેઓનો ખબર અંતર પૂછી, તેઓને કોઈ પ્રશ્ન હોય તો, તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા.
- Advertisement -
તેમજ પોલીસ પરિવાર તેમનો જ પરિવાર છે, તેવો એહસાસ કરાવી, તેઓને મીઠાઈ આપી, મીઠું મો કરાવી, દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. દિવાળીના તહેવારોમાં મણિનગર વિસ્તારમાં વસતા સિનિયર સિટીઝનને અમદાવાદ શહેર પોલીસનો અલગ જ અનુભવ થતાં, સિનિયર સિટીઝન ભાવ વિભોર થઇ ગયેલ હતા અને મણિનગર પોલીસ દ્વારા પરિવારજનો જેવી લાગણી દર્શાવવા બદલ મણિનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, જ્યારે જ્યારે કોઈ કામ પડે, સંપર્ક કરવા જણાવવામાં આવેલ હતું. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અસંખ્ય વ્યક્તિઓ પ્રત્યે પરિવારજનો જેવી લાગણી દર્શાવી, જરૂરી સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.