રાજકોટની લગોલગ કેશોદમાં 34.7 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
ખાસ-ખબર સંવાદદાતા
લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો એકધારો ઉચકાઈ રહ્યો છે. શુકવારે રાજકોટમાં 34.8 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું તે સમગ્ર રાયમાં સૌથી વધુ છે. રાજકોટની લગોલગ કેશોદમાં 34.7 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને કેશોદ ઉપરાંત વલસાડ ડાંગ સુરેન્દ્રનગર મહત્પવા માં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી થી વધુ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 34.1 મહત્પવામાં 34.6 વલસાડમાં 34.2 અને ડાંગમાં 34.1 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
- Advertisement -
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણેક દિવસ સુધી મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વધતું રહેશે. ત્રણ ડિગ્રી જેટલો વધારો આ સમયગાળા દરમિયાન થશે.દરમિયાનમાં આવતીકાલે હિમાલયન રિજીયનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેની અસરના ભાગપે જમ્મુ કશ્મીર ઉતરાખડં હિમાચલ પ્રદેશ માં વરસાદ અને હિમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 12 ના રોજ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવશે અને તેની અસરના કારણે પણ હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પંજાબમાં આજે સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે. આવતીકાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી જમ્મુ કશ્મીર હિમાલયન રિજીયન અને ઉત્તરાખડં હિમાચલ પ્રદેશ ઉપરાંત પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.