એડવોકેટ સુરેશ ફળદુએ નાખેલો પાયો હાઈકોર્ટ સુધી ક્ધફર્મ રહ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
અગાઉ જેને જુદા જુદા અનેક ચેક રિટર્ન કેસોમાં નીચેની અદાલતે તકસીરવાન ઠરાવી ચૂકેલા છે અને સેશન્સ અદાલતે પણ સજાનો હુકમ કાયમ રાખેલો છે અને જેની સામે જુદી જુદી અદાલતોમાં કરોડોની રકમ સંબંધે અનેક ચેક રિટર્નના કેસો ચાલી રહેલા છે અને જેને જુદા જુદા લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવેલું છે તે રાજકોટના મવડી વિસ્તારના સરદારનગર સોસાયટી પાસે આવેલા પટેલ બોર્ડીંગ પાસેની પુનમ સોસાયટીમાં રહેતા અને અટીકામાં શિવમ મશીન ટુલ્સના નામે કારખાનું ધરાવતા મહેશ શીવાભાઈ ટીલાળાએ તેની સામે ચાલતા રૂા. 9,00,000ના ચેક રિટર્ન કેસના કામે દસ્તાવેજ રજૂ કરવા દેવા કરેલી માગણી નીચેની અદાલતે નામંજૂર કરતાં સેશન્સ અદાલતમાં કરેલી રિવિઝન નામંજૂર થયા બાદ હાઈકોર્ટમાં કરેલી પિટિશન પણ નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
કેસની હકીકત જોઈએ તો લક્ષ્મીવાડીમાં રહેતાં ફરિયાદી દર્શનાબેન ભાવિનભાઈ ઉદાણીએ શિવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર આરોપી મહેશ શીવાભાઈ ટીલાળા વિરુદ્ધ રકમ રૂા. 9,00,000નો ચેક રિટર્ન અન્વયે દાખલ કરેલી જે કેસ ચાલી જતાં આખરી દલીલના તબક્કે આરોપી તરફેથી વધુ દસ્તાવેજ રજૂ કરવા દેવા પરવાનગી માગતી અરજી કરેલી જે નામંજૂર થતાં રાજકોટની સેશન્સ અદાલતમાં કરેલી રિવિઝન અરજી નામંજૂર થતાં તે રિવિઝનનો હુકમ રદ કરાવવા નામદાર હાઈકોર્ટમાં કરેલી સ્પેશ્યલ ક્રીમીનલ એપ્લીકેશન પણ નામદાર હાઈકોર્ટે નામંજૂર કરતાં તે હુકમ સામે આરોપીઓ નામદાર સુપ્રીમ કોર્ટમાં જવા માગણી કરતા આરોપી મહેશ ટીલાળાએ અનેક લેણિયાતોને રકમ ચૂકવવાની જગ્યાએ તમામ સામે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી કાનુની જંગ છેડવાનું નક્કી કરેલ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ઉપરોક્ત કેસના કામે ફરિયાદી દર્શનાબેન ઉદાણીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા નામદાર નીચેની અદાલતમાં તેમજ નામદાર સેશન્સ અદાલતમાં વિગતવારના વાંધાઓ રજૂ કરી કરેલી હતી. દલીલો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ કરવામાં આવેલી અને જણાવવામાં આવેલું કે જે દસ્તાવેજ રજૂ કરવા માગે છે તે સને 2017ના અરસાથી આરોપી પાસે છે, સેશન્સ અદાલતે તેના ઓર્ડરમાં તમામ હકીકતોનું વિગતવાર નિરુપણ કરેલું છે, ટ્રાયલ કોર્ટે તેના હુકમમાં સ્પેશીફીક ઓબ્ઝર્વ કરેલો છે કે ડોક્યુમેન્ટનું નોલેજ આવ્યેથી તુરત જ અદાલતમાં રજૂ કરી દેવો જોઈતો હતો આરોપીનો એવો કેસ નથી કે એકાએક તેઓ પાસે ડોક્યુમેન્ટસ આવેલા હોય આરોપી જે ડોક્યુમેન્ટસ રજૂ કરવા માગે છે તે ડોક્યુમેન્ટસ સંબંધેનો ફરિયાદીની ઉલટતપાસમાં એકપણ સવાલ પૂછવામાં આવેલો નથી કે સમગ્ર ટ્રાયલ દરમિયાન આ દસ્તાવેજ રેકોર્ડ પર લાવવા પ્રયત્ન કરેલો નથી ત્યારે ટ્રાયલ કોર્ટ અને સેશન્સ કોર્ટે કરેલો હુકમ જસ્ટ, ફેઈલ, રીઝનેબલ અને કાયદાના સિદ્ધાંત મુજબનો હોય ત્યારે તેમાં હસ્તક્ષેપ કરવો વ્યાજબી નથી જેથી આરોપી અરજી રદ કરવી જોઈએ.
બંને પક્ષોની રજૂઆતો, રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતાં અરજદાર આરોપી સામે ફરિયાદીએ એન.આઈ. એક્ટ અન્વયે દાખલ કરેલી ફરિયાદના કામે બંને પક્ષે પુરાવા લીડ કરવામાં આવેલા હોય અને કેસ ફાઈનલ આર્ગ્યુમેન્ટ ઉપર ગયા બાદ આરોપી તરફથી રાઈટ ઓપન કરવા અને દસ્તાવેજ રજૂ કરવા પરવાનગી માગેલી હોય જે દસ્તાવેજનું નોલેજ આરોપીને પુરાવો લોડ કરતી વખતેથી જ હતું, છતાં એક સીંગલ પ્રશ્ર્ન તે ડોક્યુમેન્ટ સંબંધે પૂછવામાં આવેલો નથી, સી.આર.પી.સી. કલમ 311 લેક્યુના ફીલ અપ કરવા માટે કે આરોપી તેનો ગેરફાયદો લઈ શકે તે માટે નથી, કેસનો તબક્કો ફાઈનલ આર્ગ્યુમેન્ટ ઉપર હોય તે સમયે આવી અરજી મંજૂર કરવાથી ફરિયાદીના હક્કને ગંભીર નુકસાન થશે ત્યારે ટ્રાયલ કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવેલો હુકમ તથા કાયદાનું પ્રોવીઝન અને હકીકતો લક્ષે લેતાં હુકમમાં કોઈ ઈલલીગાલીટી કે ખામી જણાતી ન હોય ત્યારે અરજી મંજૂર થઈ શકે નહીં તેમ માની આરોપી મહેશ ટીલાળાની પિટિશન હાઈકોર્ટે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.
ઉપરોક્ત કામમાં મૂળ ફરિયાદી દર્શનાબેન ઉદાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા તથા હાઈકોર્ટમાં પ્રતિક જસાણી રોકાયેલા હતા.
- Advertisement -