પ્રદ્યુમનનગર પોલીસે લોકેશન આધારે નેપાળ-યુપી બોર્ડર પર વોચ ગોઠવી હતી
ફરિયાદી વિરુદ્ધ આક્ષેપ કરતા વિડીયો વાઇરલ કરતા પોલીસને મળેલું પગેરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં રાજકોટના રેલનગરમાં કલાસીસમાં ગયેલી 15 વર્ષીય સગીરાને પડધરીનો વિધર્મી શખ્સ ઉઠાવી જતા પ્રનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી તે પછી આરોપીએ ફરિયાદી વિરુદ્ધ આક્ષેપ કરતા પ્રનગર પોલીસે લોકેશન આધારે નેપાળ-યુપી બોર્ડર પર સફળ ઓપરેશન પાર પાડી પોતાના ગુનાના આરોપીને દબોચી લઇ તેની સાથે થોરાળા વિસ્તારમાંથી સગીરાને ઉઠાવી જનાર આરોપીના પિતરાઈને પણ દબોચી લઇ બંને સગીરાને મૂક્ત કરાવી હતી. રાજકોટના રેલનગરમાં રહેતી 34 વર્ષીય ત્યકતા મહિલાએ તેની 22 તારીખે ટ્યુશનમાં ગયેલી 15 વર્ષીય સગીર દીકરીના અપહરણ અંગે પ્રનગર પોલીસમાં પડધરીના વિધર્મી સોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી અપહરણ બાદ દીકરીએ માતાને મેસેજ કર્યો હતો કે હું સાહિલ સાથે છું અને ખૂશ છું આ મેસેજ પછી માતાએ મીડિયા સમક્ષ દીકરીને પરત લાવવા અનુરોધ કર્યો હતો બનાવની ગંભીરતાને પારખી પ્રનગર પીઆઈ પીયુષ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બેલીમ સહિતે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આરોપીએ ફરિયાદી વિરુદ્ધ આક્ષેપ કરતા વિડીયો વાયરલ કર્યા હતા જેથી તે વિડીયો ક્યાંથી વાયરલ થયા છે તે અંગે ટેકનીકલ એનાલીસીસ કરતા આરોપી નેપાળ-યુપી બોર્ડર તરફ હોવાનું લોકેશન મળતા અને પોતે બોર્ડર ક્રોસ કરવાની તજવીજ કરતો હોવાની બાતમી આધારે તુરંત પીએસઆઈ બેલીમ સહિતની ટીમે દરોડો પાડયો હતો અને ઓપરેશનને સફળતા મળી હતી પ્રનગર પોલીસે પોતાના ગુનામાં આરોપી સાહિલની ધરપકડ કરી અપહ્યુત સગીરાને મૂક્ત કરાવી હતી આરોપી સાથે અન્ય એક કપ્લ હોય તેને પણ અટકાયતમાં લઇ પૂછતાછ કરતા તે શખ્સ સાહિલનો પિતરાઈ ભાઈ હોવાનું અને તેની સાથે રહેલ સગીરાનું થોરાળા વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે અપહરણ કર્યું હોવાની કબુલાત આપતા પોલીસે તેની પણ અટકાયત કરી તે સગીરાને પણ મૂક્ત કરાવી હતી બંને સગીરાને રાજકોટ લાવી પરિવારને સોંપી હતી જયારે આરોપી વિરુદ્ધ પોક્સોની કલમનો ઉમેરો કરી વધુ તપાસ વધુ હાથ ધરી છે.