વિદ્યાર્થી હેલ્પડેસ્કના કર્મચારીને ભેટી પડ્યો !
સુપરિટેન્ડેન્ટ, આસી. નોડલ ઓફિસર મેનેજરની દેખરેખ હેઠળ હેલ્પડેસ્કની ટીમ ચોવીસ કલાક ખડેપગે
ખાસ-ખબર સંવાદદાતા
સમાજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા મળી શકે એવી સસ્તી અને ગુણવત્તાપૂર્ણ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી. રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરીટેન્ડેન્ટ ડો. આર.એસ.ત્રિવેદી, આર.એમ.ઓ અને આસી. નોડલ ઓફિસર ડો.હર્ષદ દુસરા તથા સીવીલ હોસ્પિટલના એચ.આર. મેનેજર ભાવનાબેન સોની આ બધાની દેખરેખ હેઠળ હેલ્પ ડેસ્ક ટીમ ચોવીસ કલાક કાર્યરત છે. હેલ્પ ડેસ્કનું કાર્ય હોસ્પિટલમાં આવનાર દર્દીઓને માર્ગદર્શન પુરુપાડવાનું તથા હોસ્પિટલ કેમ્પસમાં કોઈ બીનવારસી દર્દી હોય તો એને
તત્કાલ ઈમરજન્સીમાં લઇ જઈને સારવાર પૂરી પાડવાનું છે.
1ફેબ્રુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટીનો બી.એસ.સીનો વિદ્યાર્થી જેનું નામ કીટેમી ટાયસન એલેક્ષ નામનો વિદ્યાર્થી જે મૂળ ઇસ્ટ આફ્રિકાના તાન્ઝાનિયા દેશના મુફીન્ડી શહેરનો વતની હતો. જે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા આવ્યો હતો. તેનો પાસપોર્ટ સિવિલ હોસ્પિટલમાં ખોવાય ગયો. ત્યારબાદ તેણે હેલ્પ ડેસ્કનો સંપર્ક કર્યો હતો. હેલ્પડેસ્કના કર્મચારીએ કાર્યરત બધા સિક્યુરીટી ઓફિસરોને આ વાતની જાણ કરી હતી અને હોસ્પિટલમા કાર્યરત પોલીસ ચોકી એ જઈને પોલીસને અરજી સાથે રજુઆત કરી હતી. એ પાસપોર્ટ કોઈક વ્યક્તિને મળતા એને પોલીસ ચોકીના કર્મચારીનો સંપર્ક કર્યો હતો તો આ બાબતની પોલસને પેલેથી જ જાણ હોવાથી એને પાસપોર્ટ સ્વાકારી લીધો હતો. અને ત્યારબાદ પોલીસ ચોકીએથી હેલ્પડેસ્કના કર્મચારીને આપ્યો. હેલ્પડેસ્ક દ્વારા વિદ્યાર્થીને તેનો ખોવાયેલો પાસપોર્ટ ફરી મળતાં હેલ્પડેસ્કના કર્મચારીને ભેટી પડ્યો હતો. અને હેલ્પડેસ્ક ટીમ, સિવિલનાં પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.