ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવી સિવિલ હોસ્પિટલમાં આજે કેટલાક અજાણ્યાઓએ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ બાપુનો ફોટો લગાડીને આરતી કરી વિવાદ નું વંટોળ ઊભું કર્યું છે. આ વિવાદ વધારે ઘેરો ત્યારે બનવ્યો જયારે નવી સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગના હેડ ડો. જીગીશા પટોડીયા પણ તેમાં હાજર જોવા મળ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલ જેને લોકો ’આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે,માં આજે સાંજે આસારામ બાપુના ભક્તોના એક જૂથે તેમનો ફોટો લગાડી આરતીનું આયોજન ર્યું હતું .આરતી દરમિયાન મંત્ર અને ભજનના અવાજમાં હોસ્પિટલના કેટલાક વાઈટ ફરજ પર હતા. જેમાં પિડિયાટ્રિક વિભાગના વરિષ્ઠ વિશેષજ્ઞ ડો.જીગીશા પટોડીયા પણ સામેલ હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.
આસારામ બાપુને 2018 માં જયપુર કોર્ટે 16 વર્ષની બાળકી સાથે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા આપી હતી. ત્યારબાદ 2023 માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કાર કેસમાં પણ તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આવા ગંભીર અપરાધીને હોસ્પિટલ માં પૂજા કરવી કેટલી યોગ્ય છે? આ પ્રશ્ર્ન આજે સમગ્ર સુરતમાં ગુજારી રહ્યા છે.
સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા! આસારામનો ફોટો મૂકી આરતી કરાઈ



