કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત, લોકો બપોરનાં કામ સિવાય બહાર નીકળવાનું ટાળે છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ઉનાળા પ્રારંભે જૂનાગઢમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જૂનાગઢમાં ઉનાળાએ ગત માર્ચ મહિનાનો રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગત વર્ષે માર્ચ મહિનામાં ચાર દિવસ 40થી વધુ તાપમાન રહ્યું હતું, જે ચાલુ વર્ષે 6 દિવસ રહ્યું છે. સતત 6 દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીએ જૂનાગઢ જિલ્લાનાં રહીશોને અકળાવી નાંખ્યા છે.
ચાલુ વર્ષે હોળી પહેલા સુર્યનારાયણે તેનો અસલી મિજાજી બતાવવાનું શરૂ કરી દીધો હતો. જૂનાગઢ શહેરમાં કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઇ ગયું છે. ચાલુ વર્ચે ઉાનાળાનો મિજાજ જોતા લાગે છે કે તમામ રેકોર્ડ તોડશે. જોકે ઉનાળાનાં પ્રારંભે જ એક રેકોર્ડ તોડી નાંખ્યો છે. જૂનાગઢ શહેરમાં ગત રવિવારે 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બાદ સતત પાંચ દિવસ સુધી તાપમાનમાં જળવાઇ રહ્યું હતું. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ ચોંટી ગયો હતો અને લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. એટલું જ નહી ઉનાળાએ ગત માર્ચ મહિનાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. વર્ષ 2021ના માર્ચ મહિનામાં 4 દિવસ 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે 6 દિવસ 40 ડિગ્રીથી તાપમાન નોંધાયુ છે.
2020માં માર્ચમાં એક વખત પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયુ ન હતું
- Advertisement -
ઉનાળાની વાત કરીએ તો વર્ષ 2020નાં માર્ચ મહિનામાં એક દિવસ પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયુ ન હતું. જોકે એપ્રિલમાં કાળઝાળ ગરમી પડી હતી.
છેલ્લાં 4 વર્ષમાં એપ્રિલમાં સરેરાશ 40 ડિગ્રી તાપમાન રહ્યું
જૂનાગઢમાં એપ્રિલ મહિનામાં સરેરાશ તાપમાન વધારે રહે છે. વર્ષ 2018 થી વર્ષ 2021 સુધી જૂનાગઢમાં એપ્રિલ મહિનામાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધારે રહ્યું છે.ચાલુ વર્ષે ઉનાળાનો મિજાજ જોતા એપ્રિલ મહિનો કાળઝાળ રહેવાની સંભાવના છે.
છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ તાપમાન માર્ચમાં વધ્યું
જૂનાગઢમાં માર્ચ મહિનાનાં તાપમાનની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાનમાં વધારો થયો છે. વર્ષ 2019મા માર્ચ સરેરાશ 35.5 ડિગ્રી, વર્ષ 2020માં માર્ચમાં સરેરાશ 34 ડિગ્રી અને વર્ષ 2021મા માર્ચ મહિનામાં સરેરાશ 37.7 ડિગ્રી નોંધાયુ હતું.