ટાગોર રોડ પર ખાદ્યચીજોનું વેચાણ કરતાં 23 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના વિરાણી ગ્રાઉન્ડ, હોકર્સ ઝોન, ટાગોર રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આમ ચોમાસાની સીઝનમાં રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું.
સીઝલીંગ ધ લાઈવ કીચન, મોવિયા આઈસ્ક્રીમ, શ્રી રામ વડાપાઉંને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના અને પટેલ વડાપાઉં, મુંબઈ સ્નેકસ, લોફ એન્ડ લેટ, ટાકો બાઈટ ઈટ, અગડબમ, સાઉથ એક્સપ્રેસ, વ્હી રાજા પાઉંભાજી, ફ્રેન્કી ફીલ, પાસ્તા મેગી, જ્યુસી બાર, શેક એન્ડ જેક, જીબી સોરમા, ધ સેન્ડવિચ અડ્ડા, ક્રેવયાર્ડ મોમોસ, રેડ બ્રિક પિઝા, વેહરા પાણીપુરી, પાઉંભાજીવાલા, સંતોષ ભેળ, ફ્રેન્કી કિંગ, સ્વિચ ફ્રાઈસની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ગિરિરાજ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ ઝોન, મોર્ડન ફૂડઝ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા.