પ્રમુખ ભાગ્યેશ વોરા, કિરેન છાપિયા અને કેતન પારેખ સહિતની ટીમ પર અભિનંદન વર્ષા
અખબારી આલમમાં સેવા આપી મોઢ વણિક સમાજનું ગૌરવ વધારનારા ક્લમવીરોનું અદકેરું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોઢ વણિક મહાજન સંચાલિત યૂવીએમસી પાર્ટી લોન્સના લોકાર્પણ પ્રસંગને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.2 માર્ચને રવિવારના રોજ શ્રી મોઢવણિક મહાજન દ્વારા 54 જોડી અર્થાત 108 રાંદલ માતાજીના લોટા ઉત્સવના અલૌકીક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જ્ઞાતિ ભોજન પણ યોજાયુ હતું. રવિવારે યૂવીએમસી પાર્ટી લોન્સ ખાતે યોજાયેલ આ ધર્મોત્સવ અંગે વધુ માહિતી આપતા શ્રી મોઢવણિક મહાજનના યુવા પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કીરેનભાઈ છાપીયા એ જણાવ્યું હતું કે, 108 રાંદલ માતાજીના લોટા ઉત્સવમાં 54 મનોરથી માતાજીની ભક્તિભીની આરાધના કરી હતી. સવારે 9 કલાકે પૂજનવિધિ સાથે દિવ્ય અવસરનો આરંભ થયો. સવારે 10:30 કલાકે મનોરથી દ્વારા ગોરણી નું પૂજન કરવામાં આવ્યું. સવારે 11:00 કલાકે 800 ગોરણીઓ ના મહાપ્રસાદ બાદ સવારે 11:30 થી બપોરે 2:00 કલાક સુધી મોઢવણિક જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ યોજાયો હતો.
જેમાં 2000થી વધારે જ્ઞાતિજનોએ મહાપ્રસાદ લીધો હતો તેમજ સાંજે 7;00 કલાકે 54 યજમાન પરીવાર દ્વારા આરતી અને રાસ ગરબા દ્વારા માતાજીની ભક્તિમાં લીન થયા અને તા.03ને સોમવાર સવારે 7;00 કલાકે આરતી બાદ વિસર્જન કરવામાં આવેલ, ત્યારે ઉપસ્થિત સૌ યજમાન પરીવાર ભાવુક થઇ માતાજીને વહેલા વહેલા ફરી અમારે આંગણે પધારો તેવી પ્રાર્થના અને ભક્તિ કરેલ. તમામ ગોરણીઓને મહાજન દ્વારા ભેટ આપવામાં આવેલ. આ અલૌકીક ધર્મોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઇ ધારૈયા, ભાજપ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, વોઇસ ઓફ ધ ડે ના એમ. ડી. કૃણાલભાઈ મણિયાર, પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ વસંતભાઇ જસાણી અને ટ્રસ્ટી નીતિનભાઈ મણિયાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી ધર્મોત્સવને દિપાવ્યો હતો.
અખબારી આલમ સાથે જોડાયેલા મોઢવણિક સમાજના હિરેનભાઈ પારેખ, રાજેશભાઇ મહેતા, સુકેતુભાઈ વજરીયા, નિહિરભાઈ પટેલ, દર્શિતભાઈ ગાંગડિયા, હિમાંશુભાઈ કલ્યાણી, કુલીનભાઈ પારેખ, તુષારભાઈ પરીખ અને શુભમભાઈ અંબાણીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ ધર્મોત્સવમાં મહાપ્રસાદના મનોરથી તરીકે તરલાબેન આર. મહેતા, બિંદુબેન એચ. મોદી, જ્યોતિબેન પી. વોરા, મધુબેન જે. છાપીયા, રમાબેન જે. પારેખ, છાયાબેન બી. મહેતા, મીરાબેન જે. મહેતા અને ડો. ક્રિનાબેન પી. ગાંગડિયાને ભક્તિભીનો લ્હાવો પ્રાપ્ત થયો હતો. આ દિવ્ય ધર્મોત્સવ માં મોઢ વણિક આગેવાનો રમેશભાઈ જીવાણી, કિરીટભાઈ પટેલ, સુમનભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ મેહતા,પ્રનંદભાઈ કલ્યાણી, ગીતાબેન અશ્વિનભાઇ પટેલ, ડો. અતુલભાઇ રાઠોડ, રાજુભાઈ મગનભાઇ દોષી, સુનિલભાઈ બખાઈ, કેતનભાઈ મેસ્વાણી, વિપુલભાઈ બખાઈ, શ્રીમતી ભાવનાબેન બખાઈ, જગદીશભાઈ ભાડલીયા, અતુલભાઇ વોરા, પ્રકાશભાઈ ઝેડ.ગાંગડિયા સહિતના અસંખ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોઢવણિક જ્ઞાતિજનો માટે રાજકોટમાં પ્રથમવાર યોજાઈ ગયેલા 108 રાંદલ માતાજીના લોટા ઉત્સવ, મહા પ્રસાદ/જ્ઞાતિ ભોજનના આયોજનને સફળ બનાવવા શ્રી મોઢ મહાજનના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કીરેનભાઈ છાપીયા, ઉપપ્રમુખ સુનિલભાઈ વોરા, મંત્રી અશ્વિનભાઈ વડોદરિયા, સહમંત્રી કેતનભાઈ પારેખ, ખજાનચી નીતિનભાઈ વોરા, ટ્રસ્ટી સંજયભાઇ મણિયાર, જગદીશભાઇ વડોદરિયા, ઇલેશભાઈ પારેખ અને ધર્મેશભાઈ વોરા તેમજ કમલેશ પારેખ, સંજય મહેતા, અતુલ પારેખ, યોગેશ પારેખ, ધીરુભાઈ મેહતા, કેતન વોરા, છાયા વજરીયા, ખુશી પારેખ, નીતા પારેખ, વિહાન વોરા, તેમજ ઞટખઈ પાર્ટીલોન્સના મેનેજર સુરેશ રાજપુરોહિત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.



