શનિદેવ કર્મ અનુસાર ફળ આપનારા દેવ છે. શનિદેવ ન્યાયના દેવતા ગણાય છે. ત્યારે જો શનિદેવ વક્રી અવસ્થામાં હોય તો જાતકને દુઃખનો સામનો કરવો પડે છે. શનિના વક્રીને કારણે શનિની દશાથી પીડિત જાતકોએ કષ્ટ સહન કરવુ પડે છે. નવ ગ્રહોમાં શનિની ગતિ સૌથી ધીમી છે. આ જ કારણ છે કે શનિનું રાશિ પરિવર્તન અઢી વર્ષમાં થાય છે. હાલમાં શનિનું વક્રીભ્રમણ શરૂ થયું છે. જે કેટલીક રાશિઓને ફાયદાકારક સાબિત થશે. મહત્વનું છે કે 5જૂનથી શનિદેવ વક્રીપામ્યા છે તેઓ 23 ઓક્ટોબર સુધી આ અવસ્થામાં જ રહેશે.
- Advertisement -
મેષ રાશિ
શનિની વિપરીત ગતિ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં તમને શુભ પરિણામ મળી શકે છે. 5 જૂનથી 23 ઓક્ટોબર સુધી શનિ આ સ્થિતિમાં રહેશે. આવી સ્થિતિમાં તમને નોકરીની નવી તકો મળી શકે છે. આ સમય દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે.
કર્ક રાશિ
- Advertisement -
શનિની વિપરીત ચાલ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત રહેશે. વેપારમાં લાભ થશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિ માટે શનિનું વક્રી થવુ મિશ્રિત ફળદાયી સાબિત થશે. આ સમય દરમિયાન તમારા કામમાં અડચણો આવી શકે છે, પરંતુ તમને કરેલી મહેનતમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. અટકેલા કામ પૂરા થશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી છુટકારો મેળવી શકશો.
મકર રાશિ
મકર રાશિના જાતકોને શનિના વક્રી દરમિયાન સુવિધાઓનો લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધનલાભના યોગ થશે. વિવાહિત જીવન સુખમય રહેશે.
મીન રાશિ
મીન રાશિના જાતકોને શનિની સાડાસાતી દરમિયાન ધન મળી શકે છે. કરિયરમાં બદલાવ આવી શકે છે. તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. વ્યવસાય શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ શક્ય છે.