પોલીસ જવાનો દ્વારા આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર અપાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્ની દર્શના દેવી મોરબીના ટંકારા ખાતે યોજાનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમોમાં સહભાગી થવા અમદાવાદથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
- Advertisement -
આ તકે કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ (ઝોન-1) સહિતના અધિકારીઓએ રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.