કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકાર બુસ્ટર ડોઝના સમયગાળાને લઈ કરી શકે છે વિચારણા
બીજા ડોઝ બાદ બુસ્ટર ડોઝ 6 મહિના બાદ લઈ શકાશે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. દેશમાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો કરતાં સરકાર ટૂંક સમયમાં જ રસીના બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેનું અંતર ઘટાડીને 6 મહિના સુધી કરી શકે છે. કારણ કે હાલમાં કોરોનાના બીજા ડોઝના 9 મહિના બાદ જ બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.
એજન્સી અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ ઈમ્યુનાઈઝેશન ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ NTAGIની બેઠક આજ રોજ એટલે કે 29 એપ્રિલે યોજાવાની છે. આ મીટિંગમાં સલાહકાર જૂથ બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેનો સમય ઘટાડવાની ભલામણ કરી શકે છે.
- Advertisement -
આ પહેલા પણ ICMR અને આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓએ સલાહ આપી હતી કે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાના 6 મહિના બાદ એન્ટિબોડીનું સ્તર ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં હાલમાં બુસ્ટર ડોઝ આપવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનના બીજા ડોઝના 9 મહિના બાદ બુસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી છે.
આ મામલાને લગતાં અધિકારીઓએ કહ્યું છે કે, દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોને સૂચનો અને અભ્યાસના પરિણામોના આધારે કોરોના રસીના બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેનો સમય 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી શકાય છે. જો કે અંતિમ નિર્ણય NTAGIના સૂચન પર લેવામાં આવશે.