મ્યાનમાર અને ચીન જેવા દેશોમાં માનવીઓના વાળની ચોરી વધી રહી છે જેના લીધે ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સાથે પશ્ચિમ બંગાળમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.
કેન્દ્ર સરકારે સોમવારે એક મોટો નિર્ણય સંભળવતા કહ્યું લે 65 ડોલર પ્રતિ કિલોથી ઓછી કિમતના raw માનવી વાળના નિકાસ પર રોક લગાવાઈ છે. આ પહેલા પણ સરકારે જાન્યુઆરી 2022 માં આ પ્રકારના એક્સપોર્ટ પર રોક લગાવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ” Raw માનવ વાળની નિકાસ નીતિને સુધારીને પ્રતિબંધિત કરવામાં આવી છે,” જોકે, જો નિકાસ કિંમત પ્રતિ કિલો 65 મેરિકાન ડોલર કે તેથી વધુ હોય, તો નિકાસ કરી શકાશે.
- Advertisement -
મ્યાનમાર અને ચીન જેવા દેશોમાં વધી રહી છે તસ્કરી
મ્યાનમાર અને ચીન જેવા દેશોમાં મોટા પાયે Raw (અપરિપક્વ) માનવ વાળની તસ્કરી થઈ રહી છે, જેના સમાચાર મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તસ્કરીને કારણે સ્થાનિક ઉદ્યોગો અને નિકાસને ભારે નુકસાન થઈ રહ્યું હતું. ભારતમાં, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ ઉપરાંત, પશ્ચિમ બંગાળ માનવ વાળ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. માનવ વાળના વેપારમાં ભારતના મુખ્ય સ્પર્ધકોમાં ચીન, કંબોડિયા, વિયેતનામ અને મ્યાનમારનો સમાવેશ થાય છે.
મંદિરોમાંથી ભેગા કરવામાં આવે છે વાળ
- Advertisement -
ભારતમાંથી બે પ્રકારના વાળ એકઠા કરવામાં આવે છે – રેમી અને નોન-રેમી. રેમી વાળ સૌથી સારી ક્વોલિટીના ગણાય છે જે મંદિરોમાંથી એકત્ર કરવામાં આવે છે. ભારતમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરોમાં પોતાના વાળનું દાન કરે છે. રેમી વાળનો ઉપયોગ મુખ્યત્વે વિગ બનાવવા માટે થાય છે. જ્યારે રેમી સિવાયના વાળ ગામડાઓ અને શહેરોમાંથી એકત્રિત કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બરમાં માનવ વાળની નિકાસ કુલ 12.39 કરોડ અમેરિકન ડોલરની થઈ હતી જ્યારે 2023-24માં આ આંકડો 124 મિલિયન યુએસ ડોલર હતો, આ વાળ મુખ્યત્વે મ્યાનમારમાં નિકાસ થાય છે.