દામોદર કુંડથી પ્રભાતફેરીમાં પ્રભાતિયા અને નરસિંહ મેહતા રચિત ભજનપ્રભાતનો કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે.નરસિંહ મહેતાએ ઘર છોડી નિર્જન વનમાં કરેલ મહાદેવની આરાધનાથી પ્રસન્ન આશુતોષ તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે.રાસલીલાંનુ અને કૃષ્ણનું સંકીર્તન જ જેનો જીવનંમંત્ર હતો એવા ગૃહસ્થ નરસિંહનું યોગક્ષેમ કૃષ્ણમયી, ભજન કીર્તન કરનાર નરસિંહની 616મી જન્મ તીથીની ઉજવણી આજેય જૂનાગઢ વાસીઓનાં હૈયામાં સરચવાયેલ કૃષ્ણભક્તિનો પ્રભાવ છે. તેમ કાર્યક્રમનાં અધ્યક્ષ કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદીએ દિપપ્રાગટ્ય કરી ઉપસ્થિત પ્રબુધ્ધ નગરજનોને સંબોધતા જણાવ્યુ હતુ. રાજ્ય સરકાર અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સહયોગથી નરસિંહ મહેતા રચિત પ્રભાતિયા ભજન ગાન કાર્યક્રમ યોજાયો હતો.
ડો.ચેતન ત્રિવેદીએ ભક્તવિ નરસીંહ મહેતા યુનિ. દ્વારા આદિકવિ નરસિંહમહેતાની સ્મૃતિઓનાં સંભારણા સચવાય અને લોકો નરસીંહ ને જાણે અને માટે તે દિશામાં હાથ ધરાઇ રહેલ કાર્યો પર વિસ્તૃત જાણકારી આપી હતી.નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે ભક્તિબોધ અને જ્ઞાનના પદો, તે સંખ્યાએ અલ્પ, પરંતુ લોકપ્રિયતા પામી લોકકંથમાં સ્થાન પામ્યા હતા. દેહની નશ્વરતા, મનુષ્ય અવતારની દુર્લભતા અને સંસારી સુખનું મિથ્યાત્વ દર્શાવતા અનેક પદો સંસારીઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. ’વૈષ્ણવજન તો તેને રે કહીએ’ માં સંતના લક્ષણો અને સુખદુખ મનમાં ન આણીએ’ તથા ’જે ગમે જગતગુરૂ દેવ જગદીશને’ વગેરેમાં બોધવાણી છે. નરસિહ મહેતા આપણા ગુજરાતીમાં ઉત્તમ ભક્તિ કાવ્યો લખનાર અને ગાનાર અજોડ સંત કવિ છે ત્યારે જૂનાગઢનાં ભક્તકવિ નરસિંહ મહેતાને 616મી જન્મદિન પર્વે સૈા જૂનાગઢવાસી અને નરસિંહ સાહિત્યનાં કલામર્મીઓને હાર્દિક શુભકામનાં પાઠવી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે યુવા વિકાસ અધિકારી નિતાબેન વાળએ ભક્તકવિ નરસિંહ મહેતાનાં 616માં જન્મ દિવસની ઊજવણી અને નરસિંહ જીવન કવનનો પરિચય રજુ કર્યો હતો. આ પળે ભાવનગરથી ઉપસ્થિત મનુભાઇ દિક્ષીતે ઐાપચારિક વાત કરતા જણાવ્યુ હતુ કે નરસિંહને પદ્યરચનાએ સાધેલુ વૈવિધ્ય અને આત્મચરિત્રાત્મક કાવ્યોમાં શામળદાસનો વિવાહ ’હાર’ સમેના પદૌ ઉપરાંત હુંડી, મામેરુ અને શ્રાધ્ધના પ્રસંગોને લગતા પદો છે. ગોપોઓની વિરહવ્યાકુળતા અને તેમના ઉત્કટ કૃષ્ણાનુરાગનું ચિત્રાત્મક વર્ણન ખાસ નોંધપાત્ર છે તેમ જણાવ્યુ હતુ.