15 જૂનથી 15 ઓકટોબર સુધી સાસણ ગિર સેન્ચ્યુઅરી બંધ હતી
વન તંત્રે વહેલી સવારે પ્રવાસીઓને વેલકમ કરી પ્રસ્થાન કરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
એશિયાટિક સિંહોનો વસવાટ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ પર્યટન સ્થળોનો વિકાસ થાય તેની સાથે વન્ય પ્રાણી અને પ્રકૃતિને નજીકથી નિહાળવા સાથે આનંદ મણિ શકે તેના માટે પેહલા માત્ર સાસણ ગીર સેન્ચુરી હતી ત્યાર બાદ દેવળીયા સફારી પાર્ક શરૂ કર્યો અને ત્યાર પછી અમરેલી જિલ્લાનું ધારી નજીક આંબરડી સફારી પાર્ક સાથે જૂનાગઢ ગિરનારની ઉત્તર રેન્જમાં ગિરનાર નેચર સફારી શરૂ કરવામાં આવી દિવસે દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ ધ્યાને લઈને વધુમાં વધુ લોકો સફારી સાથે જંગલનો આનંદ માણીને વન સંપદા વિષે જાણી શકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચોમાસાની ઋતુના ચાર મહિના એટલે કે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર સિંહ દર્શન સાથે જૂનાગઢ ગિરનાર નેચર સફારી પાર્ક સિંહ દર્શન માટે બંધ હોય છે જેમાં સિંહોનો સંવનન કાળ સાથે જંગલના વન્ય જીવોને ખલેલ ન પોહચે તે માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે.જયારે આજથી હવે સાસણ ગીર અને જૂનાગઢ ગિરનાર જંગલ સફારી પ્રવસીઓ માટે વેહલી સવારે ખુલ્લી મુકવામાં આવી હતી અને જંગલના દ્વાર ખુલતા ખુબ મોટી સંખ્યમાં પર્યટકો પેહલી જંગલ સફારીની શરૂઆત કરી હતી અને સિંહો સાથે વન્ય પ્રાણી નિહાળ્યા હતા
તેની સાથે આ વર્ષે જગલોમાં સારો વરસાદના લીધે વનની વનરાઈ સોળેકળાયે ખીલી ઉઠી છે જેના લીધે કુદરતી સૌંદર્યનો નજારો પણ અદભુત જોવા મળે છે જેમાં ખળખળ વહેતા ઝરણાં સાથે લીલુંછમ જંગલ જોવા પ્રથમ દિવસે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આજે ગીર સેન્ચુરી ખુલતા વેહલી સવારે સાસણ ડીસીએફ મોહન રામ અને વન વિભાગના અધિકરીઓ દ્વારા સિંહ દર્શન કરવા પધારેલા પ્રવસીઓનું પુષ્પગુચ્છથી વેલકમ કરવામાં આવ્યું હતું અને ખુલ્લી જીપ્સી સાથે પ્રવસીઓને લીલી ઝંડી આપીને જંગલ સફારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં વેહલી સવારે જીપ્સીમાં જંગલ સફારી કરતા પ્રવસીઓએ જંગલના રાજા વનરાજને નિહાળવાનો લ્હાવો મળ્યો હતો કેસરી કેસ વાળી સાથે પ્રવાસીઓની જીપ્સી નજીકથી પસાર થતા જોવા મળ્યો હતો જયારે પ્રસવાસીઓ પ્રથમ દિવસેજ જંગલમાં મુક્ત મને વિહરતા ડાલામથ્થા સિંહના દર્શન કરતા ખુશી વ્યક્ત કરી હતી તેની સાથે ગીર જંગલની પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.
- Advertisement -
દિવાળી પર્વ સાથે નૂતન વર્ષના દિવસો સુધી સિંહ દર્શન અને હોટલો ફૂલ
સાસણ ગીરમાં મુક્તમને વિહરતા એશિયાટિક સિંહોના દર્શન માટે પ્રતિ વર્ષ લાખોની સંખ્યમાં પ્રવસીઓ દૂર દૂર થી પધારે છે.જેમાં દેશ – વિદેશના પ્રવસીઓ જંગલ સફારી સાથે અન્ય વન્ય પ્રાણીઓ નિહાળવા ગીર દર્શન કરવા ઉમટી પડે છે ત્યારે હવે આજથી સિંહ દર્શન શરૂ થતા પ્રથમ દીવસે જીપ્સી હાઉસફુલ જોવા મળી હતી અને તમામ ટ્રીપ પ્રવાસીઓએ બુકીંગ કરી હતી જયારે આગામી દિવસોમાં દીપાવલી પર્વ સાથે નવા વર્ષની શરૂઆત થવાની છે જેને લઈને પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળશે ત્યારે દિવાળી પર્વના દિવસોમાં સિંહ દર્શન પરમીટ અને સાસણ ગીર આસપાસની તમામ હોટલ સહીત ફાર્મ હાઉસ ફૂલ બુકીંગ જોવા મળી રહ્યું છે.