પોલીસ બંદોબસ્ત મૂકાયો : ‘ખાસ-ખબર’નાં અહેવાલનો પડઘો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં બંધ પડેલી જુની સિવિલ હોસ્પિટલમાં અસામાજીક પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. બાદ મુખ્ય જિલ્લા ન્યાયધીશે અહીં પોલીસ બંદોબસ્ત મુકવા કહ્યું હતું. જૂનાગઢ બી ડિવીઝન પોલીસ દ્વારા અહીં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. તેમજ દિવાલ બનાવી ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે. જુની સિવિલ હોસ્પિટલમાં અસામાજી પ્રવૃતિઓ થઇ રહી હતી. આ અંગે ફરિયાદો ઉઠી હતી.
જુની સિવિલનું ભવન કોર્ટ બનાવવામાં માટે ફાળવવામાં આવ્યું છે. અહીં અસામાજી પ્રવૃતિઓ થતા મુખ્ય જિલ્લા ન્યાયધીશે બી ડિવીઝન પોલીસને પત્ર લખી અહીં પોલીસ સુરક્ષા પુરી પાડવા કહ્યું હતું. બાદ અંગે ખાસ ખબરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. બાદ જુની સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. તેમજ બી ડિવીઝનનાં પીઆઇ આર.એસ.પટેલનાં માર્ગદર્શનમાં અહીં પોલીસ સુરક્ષા મુકવામાં આવી છે.તેમજ અહીં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોઇ પ્રવેશ ન કરે તે માટે ગેઇટ બંધ કરવા માટે દિવાલ બનાવવામાં આવી છે. બી ડિવીઝન પોલીસે કહ્યું હતું કે, જુની સિવિલમાં અસામાજીક પ્રવૃતિ કરનારને છોડવામાં આવશે નહી. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


