પરવાનગી વગર સ્કૂલને DISE નંબર જ નહીં હોવાથી બાળકોનો અભ્યાસ અઘ્ધરતાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યમાં એક બાદ એક નકલી કાંડના કર્ણના ખુલ્લા પડી રહ્યા છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ શિક્ષણ વિભાગની પરવાનગી વગરની સ્કૂલ ધમધમી રહી છે જ્યારે શિક્ષણ વિભાગની પરવાનગી નહિ હાઇવે છતાં આ સ્કૂલ છેલ્લા કેટલાક મહિનાથી શરૂ કરી બાળકોને અભ્યાસ કરતો હોવાના લીધે નકલી સ્કૂલ નહિ તો બીજું શું કહેવાય ? ત્યારે આ નકલી સ્કૂલમાં આભ્યસ કરતા આશરે 40 કરતા પણ વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં હોવાનું પણ સામે આવ્યું છે. ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી નજીક બનેલી આ સ્કૂલમાં શિક્ષણ વિભાગની પરવાનગી નહિ આપી હોય છતાં પણ છેલ્લા કેટલાક મહિનાથી સ્કૂલ શરૂ કરી નર્સરી અને બાલવાટિકા આશરે 40 કરતા પણ વધુ બાળકોનો અભ્યાસ ક્રમ શરૂ કરી દેવાયો છે શિક્ષણ વિભાગની પરવાનગી નહિ હોવાના લીધે સ્કૂલને હજુ DISE નંબર પણ પ્રાપ્ત થયો નથી છતાં બાલવાટિકા પાચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને અભ્યાસ શરૂ કરી દેવાયો છે.
- Advertisement -
આ બાલવાટિકા બાળકોને ગયા વર્ષે પણ જો સ્કૂલને પરમિશન નહીં મળે તો વર્તમાન વર્ષ અને આવનારું વર્ષ બંને બગડે તેવી સ્થિતિ છે. તેવામાં DISE નંબર નહિ હુવાના લીધે હાલ વર્તમાનના અભ્યાસ કર્યા બાળકને તેના વાલી દ્વારા આવનારા વર્ષમાં અન્ય કોઈ સ્કૂલમાં એડમિશન લેવા જવાની ફરજ પડે તો અન્ય સ્કૂલમાં પણ એડમિશન મળે તેવી શક્યતા ઓછી છે કારણ કે આ નકલી સ્કૂલમાં DISE નંબર પ્રાપ્ત નહિ થતા બાલવાટિકા બાળકે અભ્યાસ કર્યો છે કે નહિ તે ક્યાંય સાબિત થઈ શકે તેમ નથી. તેવામાં હાલ રામ ભરોસે ચાલતી આ નકલી સ્કૂલ સામે શિક્ષણ વિભાગે પણ તપાસના નામે ગોળ કુંડાળું વાળીને તપાસ આટોપી લીધી છે પરંતુ શિક્ષણ વિભાગની પરવાનગી વગર ચાલતી સ્કૂલમાં કોઈ મોટી દુર્ઘટના બનશે અથવા તો અભ્યાસે આવતા બાળકનું ભવિષ્ય બગડશે ત્યારે તેનું જવાબદાર પણ સ્થાનિક શિક્ષણ વિભાગના શિરે જ રહેશે તેવામાં તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા પરવાનગી નહિ હાઇવે છતાં સ્કૂલના સંચાલકો સામે લાજ કાઢવાની પ્રથાના લીધે અહી અભ્યાસ કરતા 40થી વધુ બાળકોનું ભવિષ્ય અંધકારમય હોવાનું નજરે તારી રહ્યું છે.
DISE નંબર શું છે ?
રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગ દ્વારા દરેક ખાનગી સ્કૂલોમાં DISE નંબર આપવામાં આવે છે જેના થકી અકુલમાં અભ્યાસ કરતા બાળકો કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે ? સાથે જ DISE નંબર પરથી સ્કૂલની વિગત પર મળવાની સાથે સરકાર માન્ય શાળામાં જ અભ્યાસ કરાયો છે તેવું સાબિત થાય છે.