
- Advertisement -
આજરોજ રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે શરૂ કરેલા રાજય વ્યાપી સેવાયજ્ઞના આજના પાંચમા દિવસે “કિસાન સન્માન દિવસ” નિમિત્તે રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં યોજાયેલા કાર્યકમમાં કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સ્થાનિક આગેવાન વી.ટી.પટેલ, સંગઠન આગેવાન દિનેશ અમૃતિયા તેમજ ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના અગ્રણીઓ તથા ખેડુતો અને ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.


આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી રાદડીયા અને મહાનુભાવોના હસ્તે ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટેના મંજુરી હુકમપત્રો, પ્રાકૃતિક સજીવ ખેતી માટે સહાયના મંજુરી હુકમ પત્રો, કીશાન પરીવહન યોજના ના સહાયના મંજુરી હુકમ પત્રો સીમાંત ખેડુતો ને ટુલ કિટ, છત્રી, ખેડુત સાધન સહાય રૂપે ૨૫ કીટ, સહિતના લાભોનું વિતરણ કરાયું હતું.
- Advertisement -




